For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના અમુક ભાગો કોવિડ-19 હૉટસ્પૉટ બન્યાઃ AIIMSના નિર્દેશક

ભારતના મોટાભાગના સ્થળોમાં કોરોના વાયરસ(કોવિડ-19) હજુ પણ સ્ટેજ-2 પર છે. પરંતુ ઘણી જગ્યાઓ એવી પણ છે જે વાયરસના હૉટસ્પૉટ બનેલા છે.

|
Google Oneindia Gujarati News

ભારતના મોટાભાગના સ્થળોમાં કોરોના વાયરસ(કોવિડ-19) હજુ પણ સ્ટેજ-2 પર છે. પરંતુ ઘણી જગ્યાઓ એવી પણ છે જે વાયરસના હૉટસ્પૉટ બનેલા છે અને અહીં વાયરસનો સામૂહિક ફેલાવ શરૂ થઈ ચૂક્યો છે. જો કે તેમછતાં પણ ભારતની સ્થિતિની જો દુનિયા સાથે કલ્પના કરવામાં આવે તો તે બહેતર છે. આ વાત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના નિર્દેશક રાજદીપ ગુલેરિયાએ કહી છે.

Coronavirus

તેમણે કહ્યુ, 'જ્યારે આપણે દુનિયામાં વાયરસના પ્રકોપથી ભારતની તુલના કરીએ તો અહીં સ્થિતિ ઘણી સારી છે. જો કે અમુક સ્થળો હૉટસ્પૉટમાં બદલાઈ ગયા છે, જે ચિંતાની વાત છે પરંતુ જો આપણે સામૂહિક ફેલાવને રોકી શક્યા તો આપણે દેશમાં સ્ટેજ-2માં જ જળવાઈ રહીશુ.' કોરોના વાયરસના કેસમં સ્ટેજ-2નો અર્થ છે, જ્યારે ઈન્ફેક્શન માત્ર વિદેશથી આવેલા લોકો કે પછી એવા લોકોના સંપર્કમાં આવેલા લોકો સુધી સીમિત રહે છે. વળી, સ્ટેજ-3નો અર્થ થાય છે,સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા વિના કોઈ વ્યક્તિનુ વાયરસથી સંક્રમિત થઈ જવુ. સ્ટેજ-3માં વાયરસનો સ્ત્રોત જાણવો મુશ્કેલ હોય છે અને ફેલાવ પણ ઝડપથી થાય છે જે મોટી સંખ્યામાં લોકોને પોતાની ચપેટમાં લઈ લે છે. ઘણા વિશેષજ્ઞોએ એ વાતો ઈનકાર કર્યો છે કે ભારત સ્ટેજ-3 પહોંચી ગયુ છે.

ગુલેરિયાએ કહ્યુ કે ભારતમાં જે સ્થિતિ છે, તે સ્ટેજ-2 અને સ્ટેજ-3ની વચ્ચેની છે. તેમણે કહ્યુ, 'આ માત્ર લૉકડાઉનનુ યોગ્ય રીતે પાલન કરવા સુધી રહે છે. લોકોએ ઘરોમાં રહેવુ જોઈએ, ત્યારે જ કોરોના વાયરસના ફેલાવની ચેન તૂટી શકે છે.' તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 4400થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 114 થઈ ગઈ છે. દેશમાં હાલાં 21 દિવસનુ લૉકડાઉન લાગેલુ છે જેથી વાયરસનો સામૂહિક ફેલાવ ન થઈ શકે. 21 દિવસનુ લૉકડાઉન ખતમ થયાની તારીખ 14 એપ્રિલ છે.

આ પણ વાંચોઃ અમેરિકા માટે સંકટમોચક બન્યુ ભારત, હાઈડ્રોક્લોરોક્વીનની સપ્લાયને મંજૂરીઆ પણ વાંચોઃ અમેરિકા માટે સંકટમોચક બન્યુ ભારત, હાઈડ્રોક્લોરોક્વીનની સપ્લાયને મંજૂરી

English summary
some places in india turned into covid-19 hotspots says aiims director
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X