For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ડ્રગ્સ, છેતરપિંડી, બાથરુમમાં 2 કલાક રહ્યા બંધ, આખરે સોનાલી ફોગાટ સાથે એ રાતે શું-શું થયુ?

આવો જાણીએ સોનાલી ફોગાટ સાથે તેના મૃત્યુની આગલી રાત્રે શું થયુ હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભાજપ નેતા અને પૂર્વ બિગ બૉસ સ્પર્ધક સોનાલી ફોગાટના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સોનાલી ફોગાટનુ 23 ઓગસ્ટે ગોવામાં નિધન થયુ હતુ. સોનાલી ફોગાટનું મોત હાર્ટ એટેકને કારણે થયુ હોવાની આશંકા હતી પરંતુ હવે તે હત્યાનો મામલો બની ગયો છે. ગોવા પોલીસે સોનાલી ફોગાટ કેસમાં તેના સહયોગીઓ પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીની ધરપકડ કરી છે. ગોવા પોલીસે જણાવ્યુ કે સોનાલી ફોગાટને નશીલા પદાર્થો આપવામાં આવ્યા હતા. બીજી તરફ, CCTV ફૂટેજમાં સોનાલી ફોગાટ બે લોકો સાથે લથડતી અને ધ્રૂજી ગયેલી હાલતમાં જોવા મળે છે. આવો જાણીએ સોનાલી ફોગાટ સાથે તેના મૃત્યુની આગલી રાત્રે શું થયુ હતુ.

સોનાલી ફોગાટની ડ્રિંક્સમાં મિલાવી ડ્રગ્સ

સોનાલી ફોગાટની ડ્રિંક્સમાં મિલાવી ડ્રગ્સ

ગોવાના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ ઓમવીર સિંહ બિશ્નોઈએ 26 ઓગસ્ટની સાંજે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે સોનાલી ફોગાટના પીણામાં MDMA(એક પ્રકારનુ ડ્રગ્સ) ભેળવવામાં આવ્યુ હતુ. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહે કબૂલાત કરી છે કે ગોવામાં પાર્ટી પહેલા તેઓએ એક બોટલમાં 1.5 ગ્રામ MDMA ભેળવી હતી અને સોનાલી ફોગાટને તે બોટલ પીવડાવી હતી. ગોવા પોલીસે જણાવ્યુ હતુ કે આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદરે કર્લીઝ રેસ્ટોરાંમાં પાર્ટી દરમિયાન સોનાલી ફોગાટના ડ્રિંકમાં માદક દ્રવ્ય ભેળવ્યુ હતુ જેના લીધે 23 ઓગસ્ટના રોજ 42 વર્ષીય સોનાલી ફોગાટનુ મૃત્યુ થયુ હતુ.

'2 કલાક સુધી બંને આરોપી સોનાલી ફોગાટ સાથે બાથરુમમાં હતા'

'2 કલાક સુધી બંને આરોપી સોનાલી ફોગાટ સાથે બાથરુમમાં હતા'

ગોવાના આઈજીપીએ પોતાની પીસીમાં કહ્યુ, 'જે સીસીટીવી વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે સોનાલી ફોગાટ બીજા (આરોપી)ના સહારે ચાલી રહી છે અને લગભગ બેભાન લાગી રહી છે. સવારે 4:30 વાગ્યે જ્યારે સોનાલી ફોગાટ તેના નિયંત્રણમાં ન હતી. આ દરમિયાન આરોપી સોનાલીને બાથરૂમમાં લઈ ગયા અને 2 કલાક સુધી સોનાલી સાથે અંદર રહ્યા. આરોપીઓએ બે કલાક સુધી બાથરૂમમાં શું કર્યુ તેનો કોઈ ખુલાસો કર્યો નથી. ગોવા પોલીસે કહ્યુ કે બાથરૂમ લઈ જવાની વાતને કર્લીઝ રેસ્ટોરન્ટના ગાર્ડે પણ સમર્થન આપ્યુ છે.

સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો?

સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો?

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે સોનાલી ફોગાટની કથિત હત્યા પાછળનો હેતુ 'આર્થિક હિત' હોઈ શકે છે. પુરાવાનો નાશ કરવાની અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને ટાળવા માટે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે સમગ્ર મામલો કંઇક અલગ જ નીકળ્યો છે. ગોવા પોલીસે કહ્યુ કે અમારી FSL ટીમ આરોપીઓને ક્રાઈમ સીન પર લઈ જશે. બંનેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવુ લાગે છે કે સોનાલીનુ મૃત્યુ આ દવાઓના પ્રભાવ હેઠળ થયુ હતુ.

સીસીટીવીમાં અર્ધ બેભાન અને લડખડાતી દેખાઈ સોનાલી ફોગાટ

સીસીટીવીમાં અર્ધ બેભાન અને લડખડાતી દેખાઈ સોનાલી ફોગાટ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સોનાલી ફોગાટના મૃત્યુના થોડા કલાકો પહેલાનો હોવાનુ કહેવાય છે, જ્યારે તે પાર્ટી કરી રહી હતી. એક CCTV ફૂટેજમાં સોનાલી ફોગાટ અર્ધ બેભાન હાલતમાં જોવા મળે છે. જે ચાલવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. તે લંગડાતી ચાલી રહી છે.

ક્રૉપ ટૉપ અને ડેનિમ શૉર્ટ્સમાં પાર્ટી કરી હતી સોનાલી

ક્રૉપ ટૉપ અને ડેનિમ શૉર્ટ્સમાં પાર્ટી કરી હતી સોનાલી

ઇન્ડિયા ટુડે ટીવી દ્વારા એક્સેસ કરવામાં આવેલી એક મિનિટથી પણ ઓછા સમયની એક ક્લિપમાં સોનાલી ફોગાટ લાલ ક્રૉપ ટૉપ અને બ્લુ ડેનિમ શોર્ટસ પહેરેલી જોવા મળે છે. તે પબમાં લંગડાતી જોવા મળે છે, તેને ટેકો આપવા માટે એક માણસ તેને પકડી રાખે છે. પોલીસે કહ્યુ છે કે આ વ્યક્તિ સુધીર સાંગવાન છે. જે સોનાલીનો PA હતો અને હત્યા કેસમાં આરોપી છે. જેની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સોનાલીનો બીજો સાથી સુખવિંદર વાસી પણ ઘટના સ્થળે હાજર હતો અને તે કેમેરામાં કેદ થઈ ગયો છે. ફૂટેજ પર ટાઇમસ્ટેમ્પ સવારે 4:27 છે.

બળજબરીથી ડ્ર્ગ્સ પીવડાવવાના પણ છે સીસીટીવી ફૂટેજ

બળજબરીથી ડ્ર્ગ્સ પીવડાવવાના પણ છે સીસીટીવી ફૂટેજ

ગોવાના IGPએ કહ્યુ, 'કર્લીઝ ક્લબના CCTV વીડિયોમાં સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ પીડિતા(સોનાલી ફોગાટ) સાથે પાર્ટી કરતા જોવા મળે છે. તેમાંથી એક જબરદસ્તી સોનાલીને નશો આપતો દેખાઈ રહ્યો છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ આ અંગે પૂછપરછ કરવામાં આવી તો સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓએ પીડિતાને જાણી જોઈને અમુક કેમિકલ (ડ્ર્ગ્સ) ઉમેરીને પીવડાવી હતી. જે બાદ વિક્ટિમ તેના કાબૂમાં રહી શકી નહોતી.

સોનાલીની છાતી પર ઈજાના નિશાન

સોનાલીની છાતી પર ઈજાના નિશાન

સોનાલી ફોગાટનુ પોસ્ટમોર્ટમ તેના પરિવારના સભ્યોની સંમતિ બાદ 25 ઓગસ્ટે કરવામાં આવ્યુ હતુ. તેના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યુ હતુ કે તેના શરીર પર ઘણી ઇજાઓ હતી. ઓટોપ્સી રિપોર્ટ બાદ ગોવા પોલીસે સોનાલી ફોગાટના મૃત્યુ અંગે હત્યાનો કેસ નોંધ્યો હતો. ગોવાના ડીજીપી જસપાલ સિંહે શુક્રવાર, 26 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ કે સોનાલી ફોગાટ કેસમાં 'જાતીય સતામણી'ના આરોપો અપ્રસ્તુત હોઈ શકે છે કારણ કે તે પહેલાથી જ એક આરોપી સાથે સંબંધમાં હતી. તેમણે કહ્યુ કે સોનાલી ફોગાટની છાતી પરના ઈજાના નિશાનનો પોસ્ટમોર્ટમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બની શકે કે બંને આરોપીઓએ તેને 'પુનર્જીવિત' કરવાનો પ્રયાસ કર્યો હોય.

'છાતીને દબાવવા અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ...'

'છાતીને દબાવવા અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ...'

ગોવાના ડીજીપી જસપાલ સિંહે કહ્યુ, 'સોનાલી ફોગાટ પહેલાથી જ એક આરોપી સાથે સંબંધમાં હતી. તેમને લાગ્યુ કે તેને હાર્ટ એટેક આવ્યો છે, તેથી તેમણે તેને મોઢાથી મોઢામાં શ્વાસ આપવાનો અને તેની છાતીને દબાવવાનો પ્રયાસ પણ કર્યો છે જેથી તે બચી શકે. બની શકે કે આ છાતીની ઇજાઓ એના જ નિશાન હોય. આ વાતની પુષ્ટિ હોટલ સ્ટાફ દ્વારા પણ કરવામાં આવી છે.'

'જો તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હોત તો બચી જાત સોનાલી'

'જો તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હોત તો બચી જાત સોનાલી'

ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુમાં ગોવાના ડીજીપી જસપાલ સિંહે કહ્યુ, 'જો સોનાલી ફોગાટને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હોત તો તે કદાચ બચી ગઈ હોત. તેને તાત્કાલિક ન લઈ જવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ તેના સાથીદારે કહ્યુ કે સોનાલી આ સ્થિતિમાં બહાર જવા માંગતી નથી કારણ કે તે શો બિઝનેસમાં છે. તેમણે વધુમાં કહ્યુ કે ગોવા પોલીસ તપાસ કરી રહી છે કે સોનાલીને તાત્કાલિક હૉસ્પિટલમાં કેમ ન લઈ જવામાં આવી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે પ્રતિબંધિત પદાર્થ કોણે વેચ્યો હશે, જે તેના પીણામાં કથિત રીતે ભેળસેળ કરવામાં આવ્યો હતો.

English summary
Sonali Phogat case MDMA substance lock in 2 hours in toilet need to know about that Mystery night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X