For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનભદ્રનું કાળું સત્યઃ સોનાનો ખજાનો મળ્યો ત્યાં હજારો લોકો મરી રહ્યા છે

સોનભદ્રનું કાળું સત્યઃ સોનાનો ખજાનો મળ્યો ત્યાં હજારો લોકો મરી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ખજાનો મળવાના અહેવાલ બાદ આ જિલ્લો ચર્ચાાં આવી ગયો છે. ખબર છે કે સોનભદ્રમાં 3000 ટન સોનાના ભંડાર મળ્યા છે. સોનાના વિશાળ ભંડાર મળ્યાના અહેવાલ ચારેય તરફ ફેલાઈ ગયા છે. દેશ અને દુનિયાની નજર સોનભદ્ર પર ટકી છે. જો કે બાદમાં આ વિશાળ સોનાના ભંડારના અહેવાલનું ખંડન કરવામાં આવ્યું. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે આજે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 3000 ટન સોનાનો કોઈ સ્વર્ણ ભંડાર નથી મળ્યો. હજી પણ લોકો આ અહેવાલ પર વિશ્વાસ નથી કરી રહ્યા. સોનભદ્રમાં સોનાના ખજાનાની વચ્ચે આ જગ્યાનું એક કાળું સત્ય છે, જેના પર કોઈની પણ નજર નથી ગઈ. લોકો સોનાની ચમકમાં ખોવાઈ ગયા છે, પરંતુ અહીં રહેતા લોકોના કષ્ટને જાણવાની કોઈએ કોશિશ પણ નથી કરી, જેના કારણે સોનભદ્રના 10,000 લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે.

સોનભદ્રનું કાળું સત્ય

સોનભદ્રનું કાળું સત્ય

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ખજાનો મળવાના અહેવાલ તો બધાએ વાંચ્યા અને ઉત્સુકતા દેખાડી, પરંતુ ત્યાં વાયુ અને જળ પ્રદૂષણ પ્રભાવિત 10,000 લોકોએ એ બીમારને અનદેખી કરી દીધી, જેના કારણે ત્યાંથી લોકો વિકલાંગ થઈ રહ્યા છે. સોનભદ્રના 269 ગામના લગભગ 10,000 ગ્રામીણ ફ્લોરોસિસ બીમારીથી ગ્રસ્ત થઈ અપંગ થઈ ગયા છે. 60 ટકા આદિવાસી જનસંખ્યા વાળા સોનભદ્રના 269 ગામના 10,000 લોકો ખરાબ હવા અને પ્રદૂષિત પાણીના કારણે ફ્લોરોસિસ નામની બીમારીથી પીડાવા લાગ્યા છે.

ફ્લોરાઈડ યુક્ત પાણી ઝેર બન્યું

ફ્લોરાઈડ યુક્ત પાણી ઝેર બન્યું

સોનભદ્રમાં ફ્લોરાઈડ યુક્ત પાણી લોકોને વિકલાંગ કરી રહ્યું છે. રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણના હસ્તક્ષેપ બાદ પણ જિલ્લા પ્રશાસન કે યુપી સરકારે લોકોનો અવાજ ના સાંભળ્યો અને તેમની મદદ માટે કોઈ પગલાં ભરવામાં ન આવ્યાં. હાલાત એવા છે કે કચનવા, પિરહવા, મનબસા, કઢોલી, મઝોલી, ઝારો, મ્યોરપુર, ગોવિંદપુર, કુશમાહા, રાસ, પહરી, ચેતવા, જરહા જેવા 269 ગામોના 10 હજાર લોકો દૂષિત હવા અને પાણીના કારણે અપંગ થઈ ગયા છે. સેન્ટર ફોર સાઈન્સની ટીમે વર્ષ 2012માં અહીંના લોકોના લોહી, નખ અને વાળની તપાસ કરી હતી, જેમાં પારાની માત્રા વધુ મળી હતી, અહીંના લોકોમાં ફ્લોરોસિસની બીમારી જોવા મળી હતી.

ગંદૂ પાણી પીવા મજબૂર

ગંદૂ પાણી પીવા મજબૂર

આિવાસીઓ માટે કામ કરનાર એનજીઓનું કહેવું છે કે સરકાર અહીં ખનિજ સંપત્તિનું શોષણ કરીને આવક મેળવી રહી છે. ખનન માફિયા અહીં પ્રબળ છે, પરંતુ અહીંના લોકોના હાલ પૂછનારું કોઈ નથી. અહીંના લોકો આજે પણ કેનાલનું ગંદૂ પાણી પીવા મજબૂર છે. જેના કારણે લોકોમાં આ ફ્લોરોસિસની બીમારી થઈ રહી છે. લોકો વિકલાંગ થઈ રહ્યા છે. બાળકોમાં તેજીથી આ બીમારી ફેલાઈ રહી છે. તેમનો માનસિક અને શારીરિક વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે, પરંતુ સરકાર હજી સુધી જાગી નથી. સોનાના અહેવાલથી દેશ-દુનિયાને આકર્ષિત કરી લીધુ, પરંતુ આ આદિવાસીઓ માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા ના કરી શક્યા.

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે ભારત, જાણો 10 મોટી વાતોડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે ભારત, જાણો 10 મોટી વાતો

English summary
Sonbhadra's black truth: Thousands of people are dying where gold is found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X