For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસા માટે અમિત શાહ જવાબદાર, રાજીનામું આપેઃ સોનિયા ગાંધી

દિલ્હી હિંસા માટે અમિત શાહ જવાબદાર, રાજીનામું આપેઃ સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સરકારના બેજવાબદાર વલણને પગલે રાજધાનીમાં રમખાણો ફાટી નિકળ્યા છે. સોનિયા ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કહ્યું કે દંગાને પગલે 20 લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ ભયાનક હિંસાની અમિત શાહ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જવાબદારી લેવી જોઈએ. અમિત શાહે ગૃહમંત્રીના પદ પરથી તરત જ રાજીનામું આપી દેવું જોઈએ.

sonia gandhi

દિલ્હી હિંસામાં ગત બે દિવસમાં થયેલ હિંસમાં 20 લોકોના મોત બાદ હાલાત પર ચર્ચાને લઈ કોંગ્રેસ કાર્યસમિતિની બુધવારે સવારે બેઠક મળી. બેઠક બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસના બીજા સીનિયર નેતાઓ સાથે સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ કાર્યસમિતિનું માનવું છે કે દિલ્હીમાં હાલની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી જવાબદાર છે. જેની જવાબદારી લેતા ગૃહમંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. દિલ્હી સરકાર પણ શાંતિ બનાવી રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

શાહીન બાગ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે, દિલ્હી હિંસા પર SCએ પોલીસને ફટકાર લગાવીશાહીન બાગ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે, દિલ્હી હિંસા પર SCએ પોલીસને ફટકાર લગાવી

English summary
sonia gandhi blames amit shah for delhi violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X