For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી! સન્યાસની અટકળો પર વિરામ

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની પારંપરિક સીટ રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે.

|
Google Oneindia Gujarati News

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની પારંપરિક સીટ રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. આ સીટ પર તે લગભગ બે દશકથી ચૂંટણી જીતી રહ્યા છે અને માનવામાં આવી રહ્યુ છે કે એક વાર ફરીથી તે અહીં પોતાની દાવેદારી રજૂ કરશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવા અને હાલમાં જ પ્રિયંકા ગાંધીના પણ ઔપચારિક રીતે રાજકારણમાં શામેલ થયા બાદ રાજકીય ગલીઓમાં ગણગણાટ હતો કે ક્યાંક સોનિયા ગાંધી સન્યાસ વિશે તો નથી વિચારી રહ્યા.

sonia gandhi

રિટાયર નથી થઈ રહ્યા સોનિયા

છેલ્લા કેટલાક દિવસોથી બીમાર સોનિયા ગાંધી વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનિયા ગાંધી બીમારીની કારણે હવે સક્રિય રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે અને પાર્ટીની નવ નિયુક્ત મહાસચિવ તેમજ પોતાની પુત્રી પ્રિયંકા ગાંધી તેમની જગ્યાએ રાયબરેલી સીટ પરથી લડશે. વળી, રાયબરેલીની જનતા પણ પ્રિયંકા ગાંધીને રાયબરેલી સીટ પરથી લડાવવાની માંગ કરી રહ્યા હતા. આ બધા વચ્ચે હવે પાર્ટીના સૂત્રોમાંથી સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીએ ક્યારેય એવુ નથી કહ્યુ કે સોનિયા રિટાયર થઈ રહ્યા છે.

સૂત્રો મુજબ એ વાતમાં કોઈ શક કે સવાલ નથી કે સોનિયા રાયબરેલીથી ચૂંટણી લડશે. કોંગ્રેસ અધ્યક્ષ વી કે શુક્લાએ કહ્યુ કોંગ્રેસ અધ્યક્ષ વી કે શુક્લાનું કહેવુ છે કે હજુ હાલમાં અહીંના સાંસદ સોનિયા ગાંધી છે અને આગળ પણ તે જ અહીંથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી પહેલા પણ સંગઠનનુ કામ જોઈ રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસ પાર્ટીને આગળ વધારવાનું કામ કરતા રહેશે. જો આવનારા સમયમાં પાર્ટી તેમને જે કોઈ પદ આપશે તે પણ સ્વીકાર કરશે.

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરોઆ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરો

English summary
Sonia Gandhi to contest Lok Sabha elections for Rae Bareli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X