For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીની 19 વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠક, AAP ને આમંત્રણ નહીં!

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ​​વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિપક્ષી દળો સાથે મહત્વની બેઠક યોજી હતી. કોંગ્રેસ સહિત 19 રાજકીય પક્ષોએ બેઠકમાં હાજરી આપી હતી, આ બેઠકથી સમાજવાદી પાર્ટીએ બેઠકથી અંતર રાખ્યું હતું.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ​​વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિપક્ષી દળો સાથે મહત્વની બેઠક યોજી હતી. કોંગ્રેસ સહિત 19 રાજકીય પક્ષોએ બેઠકમાં હાજરી આપી હતી, આ બેઠકથી સમાજવાદી પાર્ટીએ બેઠકથી અંતર રાખ્યું હતું. બીજી બાજુ, આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. શુક્રવારે યોજાયેલી બેઠકમાં NC ના ફારૂક અબ્દુલ્લા, DMK ના MK સ્ટાલિન, TMC ના મમતા બેનર્જી, JMM ના હેમંત સોરેન, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, NCP ના શરદ પવાર, LJD ના શરદ યાદવ અને CPM ના સીતારામ યેચુરી હાજર રહ્યા હતા.

Sonia Gandhi

આગામી વર્ષ 2022 માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપને ઘેરી લેવાની રણનીતિ તૈયાર કરવાનું વિચારી રહી છે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં દેશના મોટા વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો, સૂત્રોના જણાવ્યા અનુસાર, બસપાને પણ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પાર્ટી આ બેઠકમાં ગેરહાજર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક પૂરી થયા બાદ વિપક્ષી દળો સંયુક્ત નિવેદન જારી કરી શકે છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીને બેઠક માટેનું આમંત્રણ મળ્યું નથી.

ઉલ્લેખનિય છે કે, આગામી સમયમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવા મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે મહત્વનું બની જાય છે.

English summary
Sonia Gandhi's meeting with 19 opposition parties, AAP not invited!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X