For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રલ અને ડીઝલના ભાવમાં જેવી રીતે પાછલા 10 દિવસથી સતત વધારો થઇ રહ્યો છે, તેણે પહેલેથઈ જ કોરોનાને કારણે ખરાબ હાલાતનો સામનો કરી રહેલા નાગરિકોની મુશ્કેલીને વધરી દીધી છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

Sonia Gandhi

આ પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું કે કોરોના સામેની લડાઇમાં ભારતે સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. હું આ વાતને લઇ બહુ ચિંતિત છું કે માર્ચ મહિનાથી આ સમસ્યા યથાવત છે, એવમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને સંવેદનશીલ ફેસલો લીધો છે, જે એકવાર નહિ બલકે કેટલીયવાર વધારવામાં આવ્યા છે. તમારી સરકાર 2 લાખ 60 હજાર કરોડ રૂપિયનું રાજસ્વ હાંસલ કરવા માંગે છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટી વધારવાનું સજેશન તમને ખોટું આપવમાં આવ્યું છે. કોરોનાના કારણે જ્યારે દેશની અર્થવ્યવસ્થા હલી ગઇ હોય ત્યારે સરકાર આવા વિકલ્પ પર વિચાર કરે એ વાત પર મને કોઇ તર્ક નથી દેખાતો. લાખો લોકો બેરોજગાર થયા છે, લોકો પાસે ખાવાનું નથી, વેપાર, ઉદ્યોગ-ધંધા ભારે મંદીમાંથી પસાર થઇ રહ્યા છે.

સોનિયા ગાંધીએ કહ્યં કે પાછલા એક અઠવાડિયામાં ક્રૂડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 9 ટકા ઘટી છે, પરંતુ સરકાર તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે કંઇપણ નથી કરી રહી. સરકારે પેટ્રોલના ભાવમાં 23.78 રૂપિયા અને ડીઝલના ભાવમાં 28.37 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં પેટ્રોલના ભાવમાં 258 ટકા એક્સાઇઝ અને ડીઝલના ભાવમાં 820 ટકા એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે, જેને પગલે સરકારે 18 લાખ કરોડ રૂપિયા હાંસલ કર્યા છે.

હું તમારી સરકારને અપીલ કરું છું કે ક્રૂડ ઓઇલની કિંમતમાં આ ગિરાવટનો ફાયદો લોકો સુધી પહોંચાડવામાં આવે. જો તમે ઇચ્છો છો કે લોકો આત્મનિર્ભર બને તો તેમના પર આર્થિક બોજો ના નાખો, જેનાથી તેઓ આગળ ના વધી શકે. હું ફરી એકવાર અપીલ કરું છું કે સરકારના સંશાધનોનો ઉપયોગ કરો અને લોકોના ખાતામાં સીધા કેશ ટ્રાન્સફર કરો જેથી મુશ્કેલીના સમયમાં લોકોને રાહત મળી શકે.

કોરોના સંક્રમણ મામલે પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશેકોરોના સંક્રમણ મામલે પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

English summary
sonia gandhi wrote a letter to pm modi over petro diesel price hike, read in her own word
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X