સોનિયા પ્રધાનંત્રીને રાજીનામું આપવા જણાવી દે: યશવંત સિન્હા

સિન્હાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'હું સોનીયા ગાંધીને કહેવા માંગુ છું કે અર્થવ્યવસ્થા જાળવનારી તેમની ટીમે ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ટીમ છેલ્લા ચાર વર્ષથી ફૂગાવા પર કાબૂ મેળવી શક્યા નથી. તેમણે એટલું ખરાબ પ્રદર્શન કર્યું છે કે વર્તમાન સ્થિતિને સુધારવા માટે ચૂંટણી જ એકમાત્ર રસ્તો છે.'
તેમણે જણાવ્યું કે મુદ્દો એ નથી કે લોકસભામાં વિપક્ષની પાસે સંખ્યા છે કે નથી, પરંતુ મુદ્દો એ છે કે જનતાનો વિશ્વાસ આ સરકાર પરથી ઉઠી ચૂક્યો છે, અને અર્થવ્યવસ્થાને ફરીથી પટરી પર લાવવા માટે બીજી સરકાર બનાવવા માટે તેમણે રાજીનામુ આપી દેવું જોઇએ. ભાજપા નેતાએ જણાવ્યું કે 'આ સરકારે જનતાનો વિશ્વાસ ઉઠી ચૂક્યો છે, રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ચૂક્યો છે માટે અન્ય સરકારને અવસર આપવા માટે તેણે સત્તા છોડી દેવી જોઇએ.'
તેમણે જણાવ્યું કે અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ સ્થિતિમાં છે અને આવનાર દિવસોમાં તે વધુ ખરાબ થતી જઇ રહી છે. ' માટે હું સોનિયા ગાંધીને અપીલ કરી રહ્યો છું કે મહેરબાની કરીને પ્રધાનમંત્રીને રાજીનામુ આપવાનું કહો. આ સરકારને બની રહેવાનો હવે કોઇ અધિકાર નથી.'












Click it and Unblock the Notifications
