ભાજપે ફક્ત વાયદા કર્યા છે, વિકાસ નહી: સોનિયા

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હિમાચલમાં કશું જ વિકાસ થયો નથી. કોંગ્રેસના શાસનકાળમાં વિકાસની ઝડપ વધારે હતી. તેમને પ્રશ્ન કર્યો હતો કે કેન્દ્ર સરકારે ભાજપને આપેલા હજારો કરોડ રૂપિયા ક્યાં ગયા. કેન્દ્ર સરકારે હંમેશા હિમાચલને આર્થિક મદદ કરી છે.
ભાજપ સરકાર પર પ્રહારો ચાલુ રાખતાં તેમને કહ્યું હતું કે આજે પ્રદેશમાં બેરોજગારી વધી રહી છે. એફડીઆઇના મુદ્દે ભાજપ ભ્રમ ફેલાવી રહ્યું છે. વધતી જતી મોંઘવારીના મુદ્દે તેમને કહ્યું હતું કે મોંઘવારીને રોકવા માટે સરકાર પગલાં ભરી રહી છે. અમને મોંઘવારીનો અહેસાસ છે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષ આજે ભષ્ટ્રાચાર વિરૂદ્ધ નહી પરંતુ કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ છે. જ્યારે અમે ભષ્ટ્રાચાર વિરૂદ્ધ ઘણા કડક પગલાં ભર્યાં છે. જ્યારે ભાજપે ભષ્ટ્ર નેતાઓ હજુ સુધી કોઇ પગલાં ભર્યાં નથી. લોકપાલને પાસ થવા ન દેવા માટે ભાજપ જ જવાબદાર છે. તેમને કહ્યું હતું કે રાજ્ય સરકારે વેટ ઓછો કર્યો નથી. જો વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોત તો સામાન્ય પ્રજાને ફાયદો થયો હોત. મોંઘવારી માટે રાજ્ય સરકાર જવાબદાર છે.












Click it and Unblock the Notifications
