સોનુ નિગમે આપ્યું સ્પષ્ટીકરણ, હું મુસ્લિમ વિરોધી નથી..

Written By:
Subscribe to Oneindia News

અઝાન અંગે ગાયક સોનુ નિગમ ના ટ્વીટ પર વિવાદ વધતાં આખરે સોનુ નિગમે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, હું મુસ્લિમ વિરોધી નથી. મેં મારા ટ્વીટમાં અઝાનનો વિરોધ નથી કર્યો. મારો વિરોધ લાઉડસ્પીકર સામે હતો.

અહીં વાંચો - સોનુ નિગમની ઊંઘ ખરાબ થાય છે મસ્જિદના અઝાનથી! કર્યું ટ્વિટ

સોનુ નિગમે આપી સફાઇ

સોનુ નિગમે આપી સફાઇ

સોનુ નિગમે પત્રકાર પરિષદમાં આ અંગે સફાઇ આપતાં કહ્યું કે, મને પણ મારી વાત કહેવાનો હક છે. તેમણે આગળ કહ્યું કે, હું પણ આસ્તિક છું, નાસ્તિક નથી. હું પણ ધર્મમાં માનું છું. હું પણ મંદિર જાઉં છું અને ગુરૂદ્વારામાં પણ માથુ નમાવું છું.

મેં અઝાનનો નહીં, લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હતો

મેં અઝાનનો નહીં, લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હતો

તેમણે આગળ કહ્યું કે, હું મુસ્લિમ વિરોધી નથી. મેં મારા ટ્વીટમાં અઝાનનો વિરોધ નથી કર્યો. મારો વિરોધ લાઉડસ્પીકર સામે હતો. આમ છતાં, સોશિયલ મીડિયા પર જે રીતે મારી વિરુદ્ધમાં વાતો થઇ એ ખોટું છે.

સોશિયલ મીડિયા પર સોનુનો વિરોધ

સોશિયલ મીડિયા પર સોનુનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર અઝાન અંગે એક ટ્વીટ કર્યું હતું, જેને કારણે તેમણે ઇસ્લામિક લોકોના ગુસ્સાનો શિકાર બનવાનો વારો આવ્યો. વિવાદ સર્જાતાં સોનુએ અન્ય ટ્વીટ દ્વારા લોકોને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, આમ છતાં સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ચાલુ રહ્યો. આથી આખરે તેમણે હારીને પત્રકાર પરિષદ બોલાવી સ્પષ્ટીકરણ આપ્યું છે.

સોનુ નિગમનું ટ્વીટ

સોનુ નિગમનું ટ્વીટ

સોમવારે સોનુ નિગમે ટ્વીટ કર્યું હતું કે, તેઓ મુસ્લિમ નથી, આમ છતાં તેમણે શા માટે રોજ સવારે અઝાનના અવાજથી ઉઠવું પડે છે? આ ટ્વીટ બાદ ટ્વીટર પર સોનુ નિગમનો વિરોધ શરૂ થયો અને ધીરે-ધીરે વિવાદ વધતાં, સોનુ નિગમે બીજું એક ટ્વીટ કરી પોતાની વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે લખ્યું કે, મેં મારા ટ્વીટમાં અઝાનની વાત કરી હતી, પરંતુ સાથે કીર્તન અને ગુરૂદ્વારાનો ઉલ્લેખ પણ કર્યો હતો. શું આ વાત સમજવી આટલી અઘરી છે?

હું પણ આસ્તિક છું, નાસ્તિક નથી..

ત્યાર બાદ સોનુ નિગમે આ અંગે અનેક ટ્વીટ કર્યા હતા. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, આપણે લોકોએ ક્યાં સુધી આવા ધાર્મિક રીત-રિવાજોને જબરજસ્તી વેંઢારવા પડશે. જ્યારે મોહમ્મદે ઇસ્લામની સ્થાપના કરી હતી, ત્યારે વીજળી નહોતી. પરંતુ એડિસનના આવિષ્કાર બાદ આની શું જરૂર છે? આમ છતાં વિવાદ શાંત ન પડતાં તેમણે બુધવારે પત્રકાર પરિષદ યોજી પોતાની વાત સ્પષ્ટ કરી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

બાબરી વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મહત્વના પોઇન્ટ

બાબરી ધ્વંસ મામલે સુપ્રિમ કોર્ટે બુધવારે જે નિર્ણય આપ્યો, તે અંગેની તમામ મહત્વની વિગતો વાંચો અહીં...

English summary
Singer Sonu Nigam called a press conference to clarify his point over Azaan controversy. I am not anti-muslim, says Sonu Nigam.
Please Wait while comments are loading...