For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET-JEE પરીક્ષાઓનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને સોનૂ સૂદનો સપોર્ટ, આ અપીલ કરી

કોરોના કાળમાં મજૂરો અને જરૂરિયાતમંદોના મસીહા બનેલા એક્ટર સોનૂ સૂદે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને નીટ-જેઈઈ પરીક્ષા રદ્દ કરવા અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે એક તરફ જ્યાં સ્કૂલ કોલેજો બંધ છે ત્યાં બીજી તરફ નીટ જીઈઈની પરીક્ષાઓ ટાળવાને લઈ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશભરના વિદ્યાર્થીઓની માંગ છે કે કોરોના સંકટને જોતા નીટ જીઈઈની પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવે. આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં હવે બૉલીવુડ સ્ટાર સોનૂ સુદ પણ આવ્યા છે. કોરોના કાળમાં મજૂરો અને જરૂરિયાતમંદોના મસીહા બનેલા એક્ટર સોનૂ સૂદે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને પરીક્ષા રદ્દ કરવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું

સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1થી 6 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે JEE (MAIN) અને NEET (UG) પરીક્ષાઓ થનાર છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ પણ મંગવારે એક નોટિફિકેશન જાહેર કરતા સ્પષ્ટ કરી દીધું કે પરીક્ષાઓ ઘોષિત તારીખ પર જ આયોજિત કરાશે. આ ફેસલાને લઈ હવે વિદ્યાર્થીઓમાં વિરોધ તેજ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર #PostponeJEE_NEETinCOVID નામથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સોનૂ સૂદની અપીલ

સોનૂ સૂદની અપીલ

કેટલાય રાજનૈતિક દળો સાથે હવે એક્ટર સોનૂ સૂદે પણ ટ્વીટ કરી કેન્દ્ર સરકારને કોરોનાની હાલની સ્થિતિને જોતા નીટ અને જેઈઈ પરીક્ષાઓ સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે. મંગવારે કરાયેલ એક ટ્વીટમાં સોનૂ સૂદે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દેશમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા નીટ-જીઈઈ એક્ઝામ સ્થગિત કરવામાં આવે. વર્તમાનમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા આપણે સ્વાસ્થ્ય વિશે વધુ ધ્યાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને જીવના જોખમમાં ના ધકેલવા જોઈએ'

સોનૂ સૂદનો સાથ મળતા વિદ્યાર્થીઓને હિંમત મળી

સોનૂ સૂદનો સાથ મળતા વિદ્યાર્થીઓને હિંમત મળી

જેઈઈ મેન અને નીટ પરીક્ષાના આયોજનને લઈ વિરોધ વધી રહ્યો છે, કેટલીય રાજનૈતિક પાર્ટીઓએ પણ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે. બૉલીવુડ એક્ટર સોનૂ સૂદ કોરોના કાળમાં ગરીબ અને પ્રવાસી મજૂરોની મદદ કરી સરકારની નજરમાં પણ એક હીરો બની ગયા છે, એવામાં જેઈઈ મેન અને નીટ પરીક્ષાને લઈ કરેલ ટ્વીટ સરકારનું ધ્યાન જરૂર ખેંચશે. સોનુ સૂદનો સાથ મળ્યા બાદ વિદ્યાર્થીઓનો હોંસલો પણ વધ્યો છે.

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ માંગ કરી

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ માંગ કરી

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સપ્ટેમ્બર મહિનામાં થાર સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE MAIN) અને NEET પરીક્ષા સ્થગિત કરવાને લઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનો એક પત્ર લખી પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી છે. તેમણે કોરોના સંકટને પગલે બંને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરી છે. જો કે કેટલાય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ પરીક્ષા ટાવાની વાત કહી ચૂક્યા છે, જ્યારે ભાજપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોરોના કાળમાં પરીક્ષા કરાવવાને નસબંધી સાથે જોડી દીધું. ઓરિસ્સાના સીએમે રાજ્યના શહેરી કેન્દ્રોમાં ઓરિસ્સાના ભૌગોલિક રૂપે દુર્ગમ ક્ષેત્રોવાળા વિસ્તારોનો હવાલો આપતા શિક્ષણને લખેલા પત્રમાં કહ્યું કે વિદ્યાર્થી પરીક્ષામાં સામેલ થવા કેવી રીતે આવશે.

NTAએ ગાઈડલાઈન જાહેર કરી

NTAએ ગાઈડલાઈન જાહેર કરી

જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જેઈઈ મેન અને નીટની પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી કન્ફર્મ કરી દીધું છે કે પરીક્ષાઓને સ્થગિત અને ટાળવા માટે થઈ રહેલ બધી જ કવાયતનો અંત આવ્યો. એનટીએ દ્વારા કોરોના કાળમાં જાહેર ગાઈડલાઈનથી હવે નક્કી છે કે જેઈઈ મેન અને નીટ પરીક્ષા પોતાના પૂર્વ નિર્ધારિત તિથિ પર હશે. એટલે કે 1-6 સપ્ટેમ્બર સુધી જેઈઈ મુખ્ય પરીક્ષા કરાવવામાં આવશે અે નીટ પરીક્ષા 14 સપ્ટેમ્બરે યોજાશે.

પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગ થશે

પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગ થશે

દરેક ઉમેદવાર માટે એડમિટ કાર્ડ પર સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે નિર્દેશ આપવામાં આવશે. ઉમેદવારોને પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગથી પસાર થવું પડશે. તાપમાન 37.4 ° C / 99.4 ° F હોવા પર જ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. જો તાપમાન સામાન્યથી વધુ થયું તો આવા ઉમેદવારોએ એક અલગ રૂમમાં પરીક્ષા આપવી પડશે.

સંદીપ સિંહના કૉલ રેકોર્ડ આવ્યા સામે, સુશાંતના મોત બાદ કોની સાથે વાત કરી? 'દેશ છોડીને ભાગી શકે'સંદીપ સિંહના કૉલ રેકોર્ડ આવ્યા સામે, સુશાંતના મોત બાદ કોની સાથે વાત કરી? 'દેશ છોડીને ભાગી શકે'

English summary
Sonu Sood supports students opposing NEET-JEE examinations, appeal to PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X