For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે કોરોનાનો નવો વેરિયન્ટ 'Omicron'

ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે કોરોનાનો નવો વેરિયન્ટ 'Omicron'

|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોવિડ-10નો નવો વેરિયન્ટ 'Omicron' ભારતમાં કોરોનાની આગલી લહેરનું કારણ બની શકે છે. ડૉ સ્વામીનાથને એનડીટીવી સાથે વાત કરી હતી અને તેમણે દરેક સાવધાની વરતવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરીયાત પર ભાર આપ્યો અને કહ્યું કે માસ્ક તમારા ખિસ્સામાં રાખેલ વેક્સીન છે, જે વિશેષ રૂપે ઈનડોર સેટિંગ્સમાં વધુ પ્રભાવી છે.

soumya swaminathan

સ્વામીનાથને કહ્યું કે, 'Omicron'થી લડવા માટે વિજ્ઞાન આધારિત રણનીતિની જરૂરત છે. તેમણે કહ્યું કે તમામ વયોસ્કોનું પૂર્ણ રસીકરણ, સામૂહિક સમારોહથી બચવું, વ્યાપક જીનોમ સિક્વેંસિંગ, મામલામાં કોઈપણ અસામાન્ય વધારા બાબતે દેખરેખ રાખવી, જે 'Omicron' સામે લડવા માટે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવા3માં આવેલા અમુક સૂચનો છે, જેનાથી ચિંતા ઘટી શકે છે.

સ્વામીનાથને કહ્યું કે આ વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીએ વધુ સંક્રામક હોય શકે છે. જો કે હજી સુધી સત્તાવાર રૂપે કંઈપણ કહી ના શકાય. તેમણે કહ્યું કે, આપણે થોડા દિવસોમાં આ સ્ટ્રેન વિશે વધુ જાણી શકીશું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 'Omicron'ને 'variant of concern' ગણાવ્યો છે. જે કોવિડના પાછલા વેરિયન્ટની સરખામણીએ વધુ સંક્રામક હોય શકે છે. જો કે નિષ્ણાંતોને હજી માલૂમ નથી પડ્યું કે આ અન્ય વેરિયન્ટ્સની સરખામણીએ વધુ કે ઓછો ગંભીર કોવિડ 19નું કારણ બનશે.

આના ઉદ્ભવે ચિંતા વધારી દીધી છે. પાછલા બે વર્ષથી મહામારીને કારણે અટકેલ આર્થિક સુધાર ફરી એકવાર પાટા પરથી ઉતરી શકે છે કેમ કે આ વેરિયન્ટની ચિંતાએ દુનિયાભરના દેશોમાં યાત્રા પ્રતિબંધોની એક નવી લહેર અને નાણાકીય બજારોમાં બિકવાલીનો ડર પેદા કરી દીધો છે.

સ્વામીનાથને અન્ય કોવિડ વેરિયન્ટ્સ સાથે 'Omicron'ની સરખામણી વિશે કહ્યુ્ં કે નવા વેરિયન્ટની વિશેષતાઓ જાણવા માટે અમારે હજી વધુ સ્ટડી કરવાની જરૂર છે.

English summary
soumya swaminathan on new variant of covid 19 omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X