For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોનાનો નવો વેરિઅંટ ભારત માટે બની શકે છે જોખમ, કેન્દ્ર સરકારે જાહેર કર્યુ એલર્ટ

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિઅંટ મળ્યા બાદથી બધા એલર્ટ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિઅંટ મળ્યા બાદથી બધા એલર્ટ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા કોવિડ-19ના નવા વેરિઅંટથી લગભગ 100થી વધુ દેશોના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોવિડ-19ના આ નવા વેરિઅંટનુ નામ છે - B.1.1.529. આ વેરિઅંટ સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની સરકાર અંગત લેબોરેટરીઝ સાથે મળીને મોટાપાયે એ તપાસમાં લાગી ગઈ છે કે આ વેરિઅંટ કેટલો સંક્રમક અને ખતરનાક છે. દક્ષિણ આફ્રિકાના આ નવા વેરિઅંટને જોતા ભારતની સરકાર પણ એલર્ટ પર છે. ભારત સરકારના આરોગ્ય સચિવે બધા રાજ્યોને આ વેરિઅંટ વિશે માહિતી આપી છે અને પત્ર લખીને કહ્યુ છે કે ભારત આવતી બધી આંતરરાષ્ટ્રીય મુસાફરોની સઘન કોરોના તપાસ કરવામાં આવે.

કેન્દ્ર સરકારે કોરોનાના આ નવા વેરિઅંટ વિશે શું કહ્યુ?

કેન્દ્ર સરકારે કોરોનાના આ નવા વેરિઅંટ વિશે શું કહ્યુ?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે(26 નવેમ્બર)ના રોજ ત્રણ દેશોથી આવતા મુસાફરોની સઘન કોરોના તપાસ કરવાના આદેશ આપ્યા છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ છે કે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હૉંગકોંગથી આવતા બધા મુસાફરોની કોરોના તપાસને ગંભીરતાથી લેવામાં આવે. જો કોઈમાં પણ કોવિડ-19ના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ક્વૉરંટાઈન કરવામાં આવે.

કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા આ નિર્દેશ

કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા આ નિર્દેશ

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે ભારતના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર(એનસીડીસી)એ સરકારને સૂચિત કર્યુ છે કે દક્ષિણ આફ્રિકા બોત્સવાનામાં કોરોનાના નવા વેરિઅંટ B.1.1.529નો કેસ સામે આવ્યો છે. ભૂષણના નિર્દેશ બાદ, બધા રાજ્યોને કોવિડ પૉઝિટિવ મુસાફરોના નમૂના ભારતીય SARS-Cov-2 જીનોમિક્સ સીક્વંસિંગ કંસોર્ટિયમની નિર્દિષ્ટ પ્રયોગશાળાઓમાં મોકલવા પડશે જે વેરિઅંટ અને ટ્રેકને મૉનિટર કરે છે.

જાણો કોરોનાના નવા વેરિઅંટ B.1.1.529 વિશે

જાણો કોરોનાના નવા વેરિઅંટ B.1.1.529 વિશે

હૉંગકૉંગનો કેસ દક્ષિણ આફ્રિકાના એક મુસાફરનો છે. દક્ષિણ આફ્રિકી વૈજ્ઞાનિકોએ ગુરુવાર(25 નવેમ્બર)એ એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે B.1.1.529માં જોવા મળેલ ઉત્પરિવર્તન 'સંબંધિત હતા કારણકે તે શરીરની ઈમ્યુનિટીથી બચવામાં મદદ કરી શકતા હતા અને તેને વધુ સંક્રમક બનાવી શકતા હતા. દક્ષિણ આફ્રિકાની ધ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફૉર કમ્યુનિકેબલ ડિસીઝ અનુસાર આ વેરિઅંટ સંક્રમક હોઈ શકે છે. B.1.1.529 વેરિઅંટના સૌથી વધુ કેસ ગૉવટેંગ, નૉર્થ વેસ્ટ અને લિમ્પોપોમાં જોવા મળ્યા છે. પબ્લિક હેલ્થ સર્વિલાંસ એન્ડ રિસ્પૉન્સના પ્રમુખ ડૉ. મિશેલ ગ્રૂમે કહ્યુ કે અમે આખા દેશના આરોગ્ય પ્રશાસનને સાવચેત કરી દીધુ છે. '

English summary
South Africa new covid variant may be triggers alert in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X