For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા-બસપાનું વોકઆઉટ, એફડીઆઇ પર સરકારને 'વોકઓવર'

By Super
|
Google Oneindia Gujarati News

parliament
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ આખરે એ જ થયું જેની આંશકા વ્યક્ત કરવામાં આવી હતી. રિટેલમાં એફડીઆઇ વિરુદ્ધ મોટે-મોટેથી બોલનાર અને ત્યારબાદ ભારત બંધનું એલાન આપી ચૂકેલી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસબામાં આ મુદ્દે વોટિંગ પહેલાં જ પીછેહટ કરી લીધી છે. બન્ને પક્ષો અલગ-અલગ કારણ જણાવી સદનની બહાર જતા રહ્યાં અને સરકારે એફડીઆઇ લાગુ કરવાનું એક રીતે લાઇસન્સ આપતા ગયા છે.

નોંધનીય છે કે, રિટેલમાં એફડીઆઇ પર કાલે લોકસભામાં નિયમ 184 હેઠળ ચર્ચા ચાલી હતી. ચર્ચામાં ભાગ લેતા સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે તેને દેશ વિરોધી ગણાવ્યું હતું. બસપા તરફથી પણ સાંસદ દારા સિંહએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ વોટિંગનો વારો આવ્યો તો સરકારને આ મુદ્દે નમાવવાની સ્થિતિ બને તે પહેલા જ બન્ને દળ મળીને સરકારને વોક ઓવર આપીને જતા રહ્યાં.

બન્ને દળોના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કરી લીધું. બસપાના સાંસદોએ એવો તર્ક જણાવ્યો કે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી તેથી અમે બહિષ્કાર કરી રહ્યાં છીએ. મુલાયમ સિંહએ એવો તર્ક આપ્યો કે ખેડુત અને રિટેલ વેપારીઓની અવગણના કરવામાં આવી રહી છે, તેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છે. વોકઆઉટથી સરકારને ફાયદો થશે તે અંગે કંઇપણ બોલ્યા વગર મુલાયમ સિંહ ત્યાથી જતા રહ્યાં.

English summary
Giving advantage to the UPA, Bahujan Samaj Party and Samajwadi Party members walked out of Lok Sabha during the debate on FDI in retail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X