For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિઝલના ભાવવધારાના વિરોધને મુદ્દે 'ડ્રામા' કરે છે સપાઃ ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bjp logo
લખનૌ, 27 સપ્ટેમ્બરઃ ભારતીય જનતા પાર્ટીએ યુપીના શાસક પક્ષ સમાજવાદી પાર્ટી પર તિખા પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું છે કે ડિઝલના ભાવવધારા વિરુદ્ધનો સપાનો વિરોધ એક 'ડ્રામા' છે અને જો ખરેખર સપા લોકોનું હિત વિચારતી હોય તો વેટ નાબૂદ કરે.

ભાજપના પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે કહ્યું, " છેલ્લા છ મહિનામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ ગયેલી સપા સરકાર લોકોનું ધ્યાન બીજી તરફ દોરવા માટે ડિઝલના ભાવવધારાનો વિરોધ કરી રહી છે.તેમનો આ વિરોધ એક 'ડ્રામા'થી વિશેષ કંઇ નથી."

તેમણે ઉમેર્યું છે કે, એક તરફ સપા ડિઝલ પરના ભાવવધારાનો વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં વેટ લાગુ કરીને અમુક કરોડ રૂપિયાની આવક દરરોજ સરકારને થઇ રહી છે.

"નજીકના રાજ્યો જેમ કે, હરિયાણા, પંજાબ અને દિલ્હીની વાત કરીએ તો ત્યાં ડિઝલ પર વેટ અનુક્રમે 9.24 ટકા, 9.07 ટકા અને 12.5 ટકા છે, જ્યારે યુપીમાં ડિઝલમાં 17.23 ટકા વેટ વસુલવામા આવે છે જે વધું પડતો છે," તેમ પાઠકે ઉમેર્યું છે.

તેમણે કહ્યું છે કે, યુપી કરતા બિહારમાં ડિઝલ પર વેટ ઓછો છે. બિહારમાં 16 ટકા વેટ વસુલવામાં આવે છે. વધું પડતાં વેટના કારણે ડિઝલ લિટરે છથી સાત રૂપિયા સુધી મોંધુ થાય છે અને તેના કારણે રાજ્યમાં બસના ભાડામાં પણ વધારો થઇ રહ્યો છે.

તેમણે કહ્યું, "સરકાર જો ખરેખર રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડુતો વિશે વિચારી રહી છે તો શા માટે તે ડિઝલ પરનો ટેક્સ ઓછો નથી કરતી અને રાજ્યની જનતાને ડિઝલના ભાવમાં મહદઅંશે રાહત નથી આપતી?"

English summary
BJP today described ruling Samajwadi Party's opposition to the hike in diesel price as a "drama" and demanded that the government reduce VAT in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X