For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના મરીન્સ પર હવે કેરળમાં નહીં ખાસ કોર્ટમાં ચાલશે કેસ

|
Google Oneindia Gujarati News

marines
નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી ઇતાલવી મરીન્સને એક મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમનીના એ આગ્રહને ખારીજ કરી દીધી છે કે મામલો ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું અને નિર્દેશ કર્યો કે તેમનો મામલો વિશેષ અદાલતમાં ચલાવવામાં આવે.

મુખ્ય પ્રધાન ન્યાયાધીશ અલ્તમસ કબીરના નેતૃત્વવાળી પીઠે કહ્યું કે બન્ને વિદેશી મરીન્સ પર અભિયોજન ચલાવવાનું કેરળ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી.

ન્યાયાલયે કહ્યું કે મામલો વિદેશ અદાલતમાં ચલાવવો જોઇએ જે પ્રમુખ ન્યાયાધીશ સાથે પરામર્શ બાદ કેન્દ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવશે. પીઠે ઇટલી સરકાર દ્વારા તેમના રાજદૂત થકી દાખલ કરવામાં આવેલી યાચીકા પર આ આદેશ જારી કર્યો.

ઇટલી સરકારે પોતાના મરીન્સ વિરુદ્ધ કેસની સુનાવણી મામલે ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. પીઠમાં ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર પણ સામેલ છે. ન્યાયાલયે એ સ્પષ્ટ કર્યું નથી કે વિશેષ અદાલત ક્યાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર પ્રધાન ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ વિશેષ અદાલતની રચના કરવામાં આવશે.

English summary
Supreme Court ruled on Friday that the case of two Italian marines accused of murdering Indian fishermen should be transferred to a special court in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X