For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં મર્યા બાદ પણ જળવાશે રાજનેતાઓના VVIP ઠાઠ, બનાવાશે વિશેષ અંતિમક્રિયા સ્મારક

|
Google Oneindia Gujarati News

india-gate-delhi
નવી દિલ્હી, 16 મે : મેશાં ઠાઠમાઠમાં અને સત્તાના નશામાં રહેતાં મોટા રાજનેતાઓને હવે મૃત્યુ બાદ પણ ખાસ સુવિધા મળે તેની તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. યમુના કિનારે ફેલાયેલી જમીન પર એક સ્પેશિયલ સ્મશાન ઘાટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જે માત્ર મોટી રાજકીય હસ્તીઓના અંતિમસંસ્કાર માટે રિઝર્વ રહેશે.

આજે કેન્દ્રીય કેબિનેટ આવા વીવીઆઈપી માટે બનનાર આ સ્પેશિયલ સ્મશાન ઘાટ માટે ડિઝાઈન ઈનવાઈટ કરશે. આ ઘાટ ખાસ કરીને સર્વિંગ અને રિટાયર્ડ પ્રેસિડેન્ટ્સ, વાઈસ પ્રેસિડેન્ટ્સ, પ્રાઈમ મિનિસ્ટર્સ અને તેવા રાજનેતાઓ માટે હશે, જેઓ સ્પેશિયલ ટ્રીટમેન્ટના હકદાર હશે.

પ્રપોઝલ હેઠળ વીઆઈપી ક્રિમેશન ગ્રાઉન્ડની સાથે એક એવી જગ્યા પણ બનાવવામાં આવશે જ્યાં લોકો ભેગા થઈને શોક વ્યક્ત કરી શકે. સાથેસાથે એક એવો એરિયા પણ હશે, જ્યાં દિવંગત નેતાઓની યાદમાં સમાધિ બનાવી શકાય. આ પ્રપોઝલ સરકાર પર રાજનેતાઓ તરફથી આવેલા પ્રેશરને ઘટાડવા માટે લાવવમાં આવી છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને જગજીવનરામ કેટલાંક એવા નામ છે જેમના માટે મોટા સ્મૃતિસ્થળ બનાવવાયા છે. આ રીતે હજુ કેટલાય રાજનેતાઓ ઈચ્છે છે કે તેમના મૃત્યુ બાદ પણ તેમનું 'સ્ટેટસ' જળવાઈ રહે.

હવે જમીનની તંગી વચ્ચે પણ સ્પેશિયલ સ્મશાન બનાવવા સિવાય અન્ય કોઈ ઓપ્શન નથી. રાજનેતાઓના મૃત્યુ બાદ પણ તેમની અલગ ઓળખ અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મેળવવાની લાલચને ધ્યાનમાં રાખીને સરકારે આ પ્રપોઝલ તૈયાર કરવી પડી છે. આ એક એવો મુદ્દો છે કે જેે સામાન્ય વ્યક્તિ અને દેશનેતાઓ વચ્ચેની ખાઈને વધુ ઊંડી બનાવી શકે છે.

English summary
Special cremation memorial will created for politicians in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X