For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 થી 12 જૂન સુધી ચાલશે સંસદનું વિશેષ સત્ર, કમલનાથ હશે પ્રોટેમ સ્પીકર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે: નરેન્દ્ર મોદી કેબિનેટની બીજી મહત્વપૂર્ણ બેઠક ગુરૂવારે થઇ હતી. નરેન્દ્ર મોદીની અધક્ષતામાં આજે કેબિનેટની બેઠક 11.30 વાગે થઇ. ત્રણ દિવસના કાર્યકાળમાં કેબિનેટ આ બીજી બેઠક છે. આ દરમિયાન 16મી લોકસભાનું પ્રથમ સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બેઠક ઉપરાંત સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂએ કહ્યું કે 16મી લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર 4 જૂનથી બોલાવવા પર નિર્ણય કરવામાં આવ્યો છે. 4 થી 12 જૂન સુધી વિશેષ સત્ર ચાલશે. વિશેષ સત્ર દરમિયાન નવા સાંસદોને શપથ લેવડાવામાં આવશે. નવા સાંસદ 4 અને 5 જૂનના રોજ શપથ લેશે. ત્યારે વિશેષ સત્ર દરમિયાન લોકસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવશે. 6 જૂનના રોજ લોકસભા સ્પીકર ચૂંટવામાં આવશે. ત્યારબાદ 9 જૂનના રોજ સંયુક્ત બેઠક થશે. કમલનાથ હાજ પ્રોટેમ સ્પીકર હશે.

venkaiah-naidu

નાયડૂએ જણાવ્યું હતું કે નવ જૂનના રોજ રાષ્ટ્રપતિ બંને સદનોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ત્યારબાદ 10 અને 11 જૂનના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ બેઠક બુધવારે સાંજે પાંચ વાગે થવાની હતી પરંતુ પછી તેને ટાળી દેવામાં આવી હતી. આ પહેલાં મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક મંગળવારે થઇ હતી. તેમાં કાળાધનને લઇને એક મહત્વપૂર્ણ ફેંસલો કરવામાં આવ્યો. સરકારે આ મુદ્દે એસઆઇટી બનાવવાનો નિર્ણય કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય કાર્ય મંત્રીનો પદભાર સંભાળ્યાના તાત્કાલિલ બાદ એમ વેંકૈયા નાઇડૂએ બુધવારે સંકેત આપ્યા કે સરકાર વિપક્ષને સમાયોજિત કરવા માટે 'વધારે પ્રયત્ન' કરશે. તેની વ્યાખ્યા આ પ્રકારે કરી શકાય કે સરકાર કોંગ્રેસને મુખ્ય વિપક્ષી દળના રૂપમાં માન્યતા આપવાના મુદ્દે આકરું વલણ અપનાવશે નહી અને પર્યાપ્ત સંખ્યામાં સાંસદ ન હોવાછતાં તે કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ આપી શકે છે. વેંકૈયા નાયડૂએ જો કે આ મુદ્દે પૂછવામાં આવેલા સીધા પ્રશ્નોને એમ કહીને સ્પષ્ટ કરી દિધું કે અમે આ મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસને 16મી લોકસભામાં ફક્ત 44 સીટો મળી છે જે 543 સદસ્યીય સદનમાં વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યાથી 11 ઓછા છે. આ મુદ્દા પર નિર્ણય કરવાનો વિશેષાધિકાર હોય છે.

English summary
The Union Cabinet-led by Prime Minister Narendra Modi met on Thursday and decided to conduct a brief session of Parliament from June 4 to 11.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X