For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે બનાવાશે દોઢ કિલોમીટર લાંબી સુરંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે : દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સરકાર 7 રેસ કોર્સ રોડથી સફદરજંગ એરપોર્ટ સુધીની અંડરગ્રાઉન્ડ સુરંગ બનાવવાની યોજના બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સુરંગ દોઢ કિલોમીટર જેટલી લાંબી હશે. તેનું કામ માત્ર બે મહિનામાં પુરું કરી લેવામાં આવશે.

નોંધનીય છે કે 7 રેસ કોર્સ વડાપ્રધાનનું નિવાસ સ્થાન છે. 7 રેસકોર્સથી સફદરજંગ એરપોર્ટ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. આ સુરંગ બનવાથી વડાપ્રધાનની સુરક્ષા વધશે સાથે જ સામાન્ય લોકો માટે ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે.

modi

અત્યાર સુધી વડાપ્રધાન દિલ્હીની આસપાસના વિસ્તારો અને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ પકડવા માટે સફદરજંગ એરપોર્ટથી જ ઉડાન ભરે છે. આ દરમિયાન વડાપ્રધાનનો કાફલો કમાલ અતાતુર્ક રોડ અને અરબિંદો માર્ગથી થઇને પસાર થાય છે. તેનાથી ટ્રાફિક જામ થઇ જાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સંકટના સમયે એક્ઝિટ કરવા માટે સુરંગ બનાવવામાં આવી રહી છે. સુરંગનો પ્રયોગ વડાપ્રધાન દ્વારા નિવાસસ્થાનથી સફદરજંગ એરપોર્ટ સુધી પહોંચવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે પ્રયોગમાં લાવવામાં આવશે.

આ સુરંગને વડાપ્રધાનની સુરક્ષા વિંગ દ્વારા તૈયાર કરાવવામાં આવશે. આ સુરંગ કમાલ અતાતુર્ક માર્ગ, ગોલ્ફ કોર્સ અને સફદરજંગ હોસ્પિટલથી થઇને પસાર થશે. આ સુરંગ સફદરજંગ સ્થિત હેલિકોપ્ટર હેંગર પર ખતમ થશે.

English summary
Special tunnel being built from 7 RCR to Safdarjung airport for Narendra Modi's security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X