For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં સ્પાઈસજેટની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત, 40 મુસાફરો ઘાયલ, 185 હતા સવાર

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સ્પાઈસજેટની ફ્લાઈટ લેંડિંગના સમયે એક મોટી દૂર્ઘટના બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સ્પાઈસજેટની ફ્લાઈટ લેંડિંગના સમયે એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. સ્પાઈસજેટના પ્રવકતાનુ કહેવુ છે કે દૂર્ઘટનામાં 40 મુસાફરો ઘાયલ થયા છે જેમને મેડિકલ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સ્પાઈસજેટના એક મુસાફર વિમાને રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ઉડાન ભરી. વિમાન દુર્ગાપુરના અંડાલ સ્થિત કાજી નજરુલ ઈસ્લામ એરપોર્ટસુધી પહોંચી પણ ગયુ. આ વિમાન એરપોર્ટ પર લેંડ કરવાનુ જ હતુ કે ખરાબ હવામાનના કારણે તોફાનમાં ફસાઈ ગયુ. પાયલટ વિમાનની સુરક્ષિત લેંડિંગ કરાવવામાં સફળ રહ્યા.

plane

જે વખતે દૂર્ઘટના બની એ વખતે બોઈંગ બી737 વિમાનનુ સંચાલન એસજી-945 તરીકે થઈ રહ્યુ હતુ. સ્પાઈસજેટનુ વિમાન બી737 પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લેંડિંગ કરવાનુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે લેંડિંગ પહેલા ફ્લાઈટ તોફાનમાં ફસાઈ ગયુ. જેના કારણે કેબિનનો બધો સામાન પડવા લાગ્યો. હાલમાં સ્પાઈસજેટના અધિકારીઓએ આના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. વિમાનની સુરક્ષિત લેંડિંગ પછી બધા ઘાયલોને ઉપચાર માટે તત્કાલ નજીકની રાનીગંજ હોંસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં 10ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અન્ય 30 ઘાયલોની હાલત જોખમથી બહાર છે. આ દૂર્ઘટના પર પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

English summary
SpiceJet plane accident, many passengers were injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X