For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પાઈસજેટ વિમાનના મુસાફરની બેગમાં મળ્યા .22 બોરના 22 જીવતા કારતૂસ

પૂનાથી બેંગલુરુ જઈ રહેલ સ્પાઈસજેટના વિમાનના મુસાફરની બેગમાંથી 22 જીવતા કારતૂસ મળતા હોબાળો થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

પૂનાથી બેંગલુરુ જઈ રહેલ સ્પાઈસજેટના વિમાનના મુસાફરની બેગમાંથી 22 જીવતા કારતૂસ મળતા હોબાળો થઈ ગયો છે. મુસાફરની બેગમાં .22 બોરના 22 જીવતા કારતૂસ મળ્યા. બેગમાં કારતૂસ મળ્યા બાદ સ્પાઈસજેટના કર્મચારીએ મુસાફરને આ કારતૂસના દસ્તાવેજ આપવા કહ્યુ પરંતુ મુસાફર પાસે આ કારતૂસોના દસ્તાવેજ નહોતા. ત્યારબાદ સ્પાઈસજેટના કર્મચારીએ મુસાફરને પોલિસના હવાલે કરી દીધો જેથી મુસાફર સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

spicejet

આ મુસાફર સ્પાઈસજેટના વિમાન એસજી-45થી પૂનાથી બેંગલુરુ જઈ રહ્યો હતો. આ દરમિયાન મુસાફરની બેગમાંથી ચેકિંગ દરમિયાન આ કારતૂસ મળી આવતા હોબાળો થઈ ગયો હતો. આ ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યાની છે. યાત્રીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો અને જ્યારે તે આ અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યો તો તેને પોલિસના હવાલે કરી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી દૂબઈ જઈ રહેલ સ્પાઈસજેટના વિમાનનની ટેકનિકલ ખામીને કારણે પાછુ મુંબઈ લેન્ડ કરવું પડ્યુ હતુ જેના કારણે મુસાફરો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

વળી, વિમાનની ઈમરજન્સી લેંડિંગ પર સ્પષ્ટતા આપતા સ્પાઈસજેટ તરફથી કહેવામાં આવ્યુ છે કે 9 જાન્યુઆરીએ એસજી-13 વિમાન પાછુ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યુ. વિમાનમાં કંઈક ટેકનિકલ ખરાબીના કારણે વિમાનને પાછુ મુંબઈ એરપોર્ટ પર લેંડિંગ કરવામાં આવ્યુ હતુ. વિમાને એરપોર્ટ પર સાધારણ લેંડિંગ કર્યુ હતુ એટલે ઈમરજન્સી લેંડિંગનો રિપોર્ટ સંપૂર્ણપણે નિરાધાર અને ખોટો છે. વિમાનનું ચેકિંગ કરાયા બાદ વિમાને પાછુ દૂબઈ માટે ઉડાન ભરી અને ત્યાં નોર્મલ લેન્ડિંગ કરી છે.

આ પણ વાંચોઃ દિલ્લી કોંગ્રેસના નવા અધ્યક્ષનું આજે થઈ શકે છે એલાન, શીલા દીક્ષિત રેસમાં આગળઆ પણ વાંચોઃ દિલ્લી કોંગ્રેસના નવા અધ્યક્ષનું આજે થઈ શકે છે એલાન, શીલા દીક્ષિત રેસમાં આગળ

English summary
SpiceJet Staff detected 22 live rounds of .22 caliber from baggage of a passenger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X