જેઠમલાણીના મોંઢા પર થૂંકનારને 5 લાખ રૂપિયાનું ઇનામ: ધાર્મિક ગુરૂ

શ્યામદાસ મહારાજના ભક્તો પર આ ઇનામના જાહેરાતની ખૂબ અસર પડી છે. ધાર્મિક ગુરૂનું કહેવું છે કે ભક્તોએ રામ જેઠમલાણી અને તેમના ઘર વિશે માહિતી મેળવવાની શરૂઆત કરી દિધી છે. તેમના જણાવ્યા મુજબ ભક્તો અને વૉલંટિયર્સ તેમને સતત ફોન કરી રહ્યાં છે.
ઇનામની જાહેરાત કરનર શ્યામદાસ મહારાજનું કહેવું છે કે તેમની જાહેરાત એ કોઇ પણ પ્રકારની ધમકી નથી. તેમને કહ્યું હતું કે 'ધમકીનો અર્થ છે હિંસા કરવી, પરંતુ થૂંકવાથી કોઇને નુકશાન થતું નથી. આ અહિંસાત્મક પદ્ધતિ છે. તેમને કહ્યું હતું કે એક ધાર્મિક વ્યક્તિ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું માધ્યમ આનાથી સારી કોઇ પદ્ધતિ હોય શકે નહી. રામ જેઠમલાણીએ એવું કામ કર્યું છે, જેના માટે તેમને માંફી પણ આપી શકાય નહી. તેમછતાં તે ભાગ્યશાળી છે કે તેમને ઓછી સજા મળી રહી છે.
શ્યામદાસ મહારાજે કહ્યું હતું કે રામ જેઠમલાણી એકલાં જ નહી પરંતુ તેમના જેવા અનેક લોકો ભગવાન રામની ટીકા કરે છે. તેમને કહ્યું હતું કે 'રાવણે પણ રામને કમજોર ગણાવ્યા હતા. રાવણે કહ્યું હતું કે રામ એક નકામા પુત્ર છે, જેને તેમના પિતાને તેમને ઘરેથી કાઢી મૂક્યાં છે. ધાર્મિક ગુરૂઓનું માનવું છે કે જે સમયે રામ જેઠમલાણીએ ભગવાન રામ વિરૂદ્ધ નિવેદન આપ્યું તે સમયે તેમના પર રાવણની આત્મા હાવી થઇ ગઇ હતી. ભગવાનની નિંદા કરવાનું ચલણ છે. આને જડમૂળમાંથી ખતમ કરવાની જરૂર છે. રામ જેઠમલાણી દ્રારા ભગવાન રામનું નામ ખરાબ કરવા દેવામાં નહી આવે.












Click it and Unblock the Notifications
