For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકાના ઘેરામાં શ્રીનિવાસનનો જમાઇ, થઇ શકે છે પૂછપરછ

|
Google Oneindia Gujarati News

n srinivas
નવી દિલ્હી, 21 મે : આઇપીએલમાં સટ્ટેબાજીના આરોપમાં ધરપકડ કરાયેલ વિંદુ દારા સિંહ અને આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના માલિક એન શ્રીનિવાસનના સંબંધી સાથે ફિક્સિંગના તાર જોડાતા દેખાઇ રહ્યા છે. આઇબીએનના સૂત્રો થકી માલૂમ પડ્યૂ છે કે મુંબઇ પોલીસને વિંદુ દારા સિંહ અને આ સંબંધી ગુરુનાથ મયપ્પનની વચ્ચે ફોન કોલ્સના પુરાવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઇ સુપરકિંગ્સના માલિકના આ સંબંધીનો ક્રિકેટની દુનિયામાં ભારે દબદબો છે.

સૂત્રો અનુસાર મુંબઇ પોલીસ ચેન્નાઇ સુપરકિંગ્સના માલિકના સંબંધી ગુરુનાથ મયપ્પનને પૂછપરછ માટે સમન મોકલી શકે છે. પોલીસને ગુરુ અને વિંદુની વચ્ચે સંબંધના ઘણા પુરાવા પણ મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ જ ગુરુની પૂછપરછ કરશે.

મુંબઇ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે વિંદુના ફોન કોલ રેકોર્ડમાં ગુરુનાથનો પણ નંબર છે મુંબઇ પોલીસનું કહેવું છે કે તે ફોન કોલ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે. મુંબઇ પોલીસના સૂત્રોએ આઇપીએનને જણાવ્યું કે એવું કહેવું ઉતાવળ કહેવાશે કે ટીમનો માલિક પણ સટ્ટેબાજીમાં સામેલ છે. પોલીસનું કહેવું છે કે તે એ વાતના ઉંડાણ સુધી નથી પહોંચી શકી કે માત્ર સટ્ટેબાજી થઇ રહી હતી કે મેચ ફિક્સિંગનો પણ ખેલ ખેલાઇ રહ્યો હતો.

તપાસમાં માલૂમ પડ્યું છે કે મયપ્પનથી ઘણીવાર વાત કર્યા બાદ વિંદુ સટ્ટેબાજ રમેશ વ્યાસને તુરંત ફોન કરતો હતો. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે આ સંબંધીઓને સમન મોકલીને પૂછપરછ કરવા માટે બોલાવી શકે છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે બોલીવુડની કેટલીક હસ્તીઓ પણ વિંદુ દ્વારા સટ્ટેબાજીમાં પૈસા લગાવે છે.

English summary
Spot-fixing: Mumbai police may quiz N Srinivasan's son-in-law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X