ડીએમકેએ આપી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચની સામે આજ મહીનાની 21 તારીખે લિટ્ટેની સામે કાર્યવાહી દરમિયાન થયેલા નરસંહાર અને યુદ્ધઅપરાધને લઇને અમેરિકા એક પ્રસ્તાવ રજૂ કરશે, ડીએમકે આ પ્રસ્તાવમાં સંશોધન કરી શ્રીલંકા સમર્થિત નરસંહારની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ અને યુદ્ધ અપરાધિયોની ઓળખ છતી કરવાની માંગ કરી રહી છે. લોકસભામાં 18 સાંસદો ડીએમકેના હાલમાં 1 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી છે.
ડીએમકે ચીફ એમ. કરૂણાનિધિના એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે ભારતને યુએનના હ્યૂમન રાઇટ કમિશન દ્વારા કેટલીક એવી વ્યવસ્થા કરવાની દીશામાં કામ કરવું જોઇએ જેનાથી શ્રીલંકામાં તમિલોના નરસંહારની પણ તપાસ થઇ શકે અને દોષિયોની પણ ઓળખ છતિ થઇ શકે.
એમ કરૂણાનિધિએ પોતાના નિવેદમાં જણાવ્યું કે અમેરિકાના પ્રસ્તાવને લઇને ઘણા પ્રકારની વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર આ મામલામાં રૂચિ લે અને સંશોધન પ્રસ્તાવ લાવે. એવું એટલા માટે કારણ કે નરસંહાર કરનાર લોકો અને યુદ્ધ અપરાધિયોની નિષ્પક્ષ તપાસ કરાવી શકાય.












Click it and Unblock the Notifications
