
બિહારના મુઝફ્ફરપુર સ્થિત ગરીબનાથ મંદિરમાં ભાગદોડ, 25 ઘાયલ
બિહારના મુઝફ્ફરપુરમાં શ્રાવણ મહિનાના સોમવારે આજે સવારે ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ થઈ ગઈ. આ ભાગદોડમાં 25 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. તમને જણાવી દઈઅ કે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાના કારણે આજે મોટી સંખ્યામાં અહીં શ્રધ્ધાળુઓ ભેગા થયા હતા જેના કારણે અહીં ભાગદોડ મચી ગઈ અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઈ ગયા.
જાણકારી અનુસાર અહીં શ્રાવણ માસમાં લાખો લોકો આવે છે. નોંધનીય વાત એ છે કે આ વખતે બિહાર સરકારે શ્રાવણ મહિનામાં ભીડને નિયંત્રિત કરવા માટે મોટા દાવા કર્યા હતા પરંતુ આ બધા દાવા પોકળ સાબિત થયા. જે રીતે આજે ગરીબનાથ મંદિરમાં આ દૂર્ઘટના થઈ છે તેણે નીતિશ સરકારના દાવાની પોલ ખોલી દીધી છે. મંદિરમાં થયેલી ભાગદોડમાં ઘાયલ લોકોનો મુખર્જી સેમિનરી સ્થિત મિની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કાવડિયાઓને જળાભિષેક દરમિયાન શાંતિ જાળવી રાખવાની સતત અપીલ કરવામાં આવી રહી હતી. સવારે ચાર વાગ્યા સુધી ઘણી વાર ભીડ અનિયંત્રિત થઈ હતી.