For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂખી, ગર્ભવતી હાથણીના હત્યારાઓ સામે કડક કાર્યવાહી થશેઃ કેરળ સીએમ

કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી માદા હાથી સાથે લોકોએ જ કર્યુ તેને માનવતાને શરમમાં મૂકી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી માદા હાથી સાથે લોકોએ જ કર્યુ તેને માનવતાને શરમમાં મૂકી દીધી છે. ગર્ભવતી માદા હાથણીના મોતની ઘટનાએ દરેકને હચમચાવી દીધા છે. આ ઘટના માટે આખા દેશનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ફૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે અમુક સ્થાનિક લોકોએ માદા હાથીને ફટાકડાથી ભરેલુ અનાનસ ખવડાવી દીધુ હતુ ત્યારબાદ હાથીનુ પાણીમાં ઉભા ઉભા જ મોત થઈ ગયુ હતુ.

elephant

જો કે આ બાબતે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. કેરળ પોલિસે અજાણ્યા લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી લીધો છે. વળી, કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયને કહ્યુ કે જે ગર્ભવતી હાથીને મારવા માટે જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે વન વિભાગ આ બાબતની તપાસ કરી રહ્યુ છે અને દોષિતોને પકડી લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે કેરળના મલ્લપુરમમાં માદા ગર્ભવતી હાથી સાથે જે બન્યુ તે ખૂબ જ દયનીય છે. ગર્ભમાં 18થી 20 મહિનાનુ બાળક લઈને હાથણી ભોજનની શોધમાં એક રહેણાંક વિસ્તારમાં જઈ પહોંચી જ્યાં સ્થાનિક લોકો તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. વાત અહીં ખતમ ન થઈ. અમુક તોફાની તત્વોએ ભૂખી હાથણીને જમવા માટે ફટાકડાથી ભરેલુ અનાનસ આપી દીધુ. માનવીય સ્વભાવથી અજાણ હાથણીએ અનાનસને મોઢામાં મૂક્યુ જ હતુ કે તે ફટાકડા ફાટી ગયા. ત્યારબાદ હાથીનુ મોત થઈ ગયુ. આ ઘટના એ સમયે સામે આવી જ્યારે કેરળના મલ્લપુરમ જિલ્લાના ફોરેસ્ટ અધિકારીએ આ બાબતે સોશિયલ મીડિયા પર માહિતી આપી. આગલા દિવસે મન્નારકાડ વન રેન્જ અધિકારીએ જણાવ્યુ કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં જોરદાર વિનાશ સર્જી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ, જુઓ ફોટામહારાષ્ટ્રમાં જોરદાર વિનાશ સર્જી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ, જુઓ ફોટા

English summary
Strict action will be taken against those who are responsible for killing the pregnant elephant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X