રાજકોટ પછી દિલ્હીમાં પણ અનુભવાયા ભૂકંપના તેજ આંચકા

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે, રાતે 9 વાગ્યાની આસપાર દિલ્હીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે બાદ ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. અને લોકોના મનમાં ભૂકંપના આંચકાથી ડરનો માહોલ બની ગયો હતો. નોંધનીય છે કે આજે ગુજરાતમાં પણ રાજકોટ અને રાપર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.5 ની તીવ્રતાનો ભૂકંપ રાજકોટવાસીઓએ અનુભવ્યો હતો. જે બાદ દિલ્હીમાં પણ  લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. 

earthquake

નોંધનીય છે કે આ પહેલા પણ દિલ્હીમાં અનેક વાર ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે. ત્યારે આ વખતે પણ અચાનક કંપન અનુભવતા લોકો રસ્તા પર આવી ગયા હતા. એટલું જ નહીં ઉત્તરાંચલ 5.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુરોપીયન ભૂમધ્ય સિઝમોલોજિકલ સેન્ટર મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દહેરાધૂનથી 121 કિમી દૂર છે. આમ રાજકોટ પછી ઉત્તરાચલ અને દિલ્હીમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. 

English summary
Strong earthquake tremors felt in Delhi. After Rajkot, Delhi also felt earthquake tremors.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.