• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચશ્મા અને ઘડીયાળમાં બ્લ્યૂટૂથ લગાવી કોપી કરતાં વિદ્યાર્થી ઝડપાયો

By Kumar Dushyant
|
student-exam
સૂરજગઢ: રાજસ્થાનમાં સૂરજગઢની એક ખાનગી કોલેજના પરિક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થી દ્રારા હાઇટેક રીતે કોપી કરતો હોવાનો કેસ સામે આવ્યો છે. વિદ્યાર્થી અને તેના સાથીઓ ચશ્મા અને બ્લ્યૂટૂથ લગાવીને પરિક્ષામાં કોપી કરતાં પરિક્ષાર્થી ઝડપાયો છે. જિલ્લામાં હાઇટેક કોપીનો આ કિસ્સો પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ટીવાય બીએની અંગ્રેજી પરીક્ષામાં મંગળવારે બરાસિયા કોલેજ સ્થિત પરિક્ષા કેન્દ્ર પર મામલતદારે કિશોરીલાલે એક વિદ્યાર્થીને બ્લ્યૂટૂથના માધ્યમથી કોપી કરતાં ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ બાદ કોલેજના સો મીટરના ઘેરાવામાં કારમાં બેસીને હાઇટેક ઘડિયાળના માધ્યમથી ભૂપેન્દ્રને કોપી કરાવનાર મદદ કરી રહેલા સહયોગી મનજીતને પકડી પાડ્યો હતો.

ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે તે કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષામાં સતત છ વાર નાપાસ થતો હતો. તેને કોપી કરીને પાસ થવાની યોજના બનાવી હતી. બીએ સુધીનો અભ્યાસ કરેલો મનજીત ભૂપેન્દ્રનો મિત્રનો મિત્ર હતો. મનજીતનું કહેવું છે કે તેને ભૂપેન્દ્રને મદદ કરવા માટે બોલાવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ કોપીના માહિતી મામલતદાર કિશોરીલાલને ઇમેલ દ્રારા પરિક્ષાના એક દિવસ પહેલાં મળી હતી. કિશોરીલાલના ઇમેલ આઇડી પર સોમવારે સાંજે એક વ્યક્તિએ મેલ મોકલ્યો હતો. મેલમાં કોલેજના એક્સ વિદ્યાર્થી ભૂપેન્દ્ર દ્રારા પરિક્ષા દરમિયાન ચશ્માની ફ્રેમમાં બ્લ્યૂટૂથ ફિટ કરીને કોપી કરતો હોવાનું લખ્યું હતું. ઇમેલમાં વિદ્યાર્થીનો રોલ નંબર, પ્રવેશ પત્રની કોપી અને રૂમ નંબર પણ આપ્યો હતો, જો કે ઇમેલ મોકલનારની માહિતી મળી શકી નથી.

આ માહિતીના આધારે મામલતદારે મંગળવારે સવારે ન વાગે પરિક્ષા કેન્દ્ર પર પહોંચી નકલ કરનાર વિદ્યાર્થી અને તેના સહયોગીને પકડી પાડ્યો હતો. મામલતદારે ઉત્તરવહી, ચશ્મા, ઘડિયાળ, સિમ અને બેટરી જપ્ત કરી લીધી હતી. કહેવામાં આવે છે કે કોપી કરવાની પદ્ધતિ હાઇટેક હતી. ચશ્માને એ પ્રમાણે બનાવવામાં આવ્યા છે કે આસાનીથી પકડાઇ ના શકે. ચશ્મા અને ઘડીયાળ પાંચસો મીટરના અંતર સુધી કનેક્ટ થઇ શકે છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
In a privet collage of Surajgarh, Rajasthan, supervisor captured a student with hi tech spectacles and bluetooth device for copy. Supervisor filed case against student.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more