વિદ્યાર્થીએ ચાલુ કોલેજે લેક્ચરર પર ચલાવી ગોળીઓ

Posted By:
Subscribe to Oneindia News

હરિયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીઓ લેક્ચરરની ગોળી મારીને હત્યા કરી લીધી. ખરખૌદાના પિપળી ગામે શહીદ દબવીર સિંહ રાજકીય મહાવિદ્યાલયમાં રાજેશ મલિક નામના લેક્ચરને ગોળી મારવામાં આવી છે. આ ઘટના જે સમયે બની તે સમય રાજેશ સ્ટાફ રૂમમાં હાજર હતા. અને અન્ય પ્રોફેસરની હાજરીમાં તે યુવકે ફાયરિંગ કર્યું હતું. જો કે ગોળીની અવાજ સાંભળ્યા પછી કોલેજ પરિરસમાં ભાગદોડ થઇ હતી. અને સ્ટાફ રૂમ પણ લોહીથી લથપથ થયો હતો. રાજેશ મલિક અંગ્રેજીના લેક્ચરર હતા. અને રોજની જેમ જ તે મંગળવારે કોલેજ પહોંચ્યા હતા. સવારે 9 વાગે વિદ્યાર્થીએ રાજેશ મલિકને 3 ગોળી મારી હતી.

murder

જેનાથી તેમની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. ગોળી મારનાર યુવકની ઓળખ જગમાલ તરીકે કરવામાં આવી છે જે આ કોલેજમાં સેકન્ડ યરમાં ભણતો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. અને અન્ય લોકોની આ મામલે પુછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અમેરિકા જેવા શાળામાં ગોળીબારીના કિસ્સા ભારતમાં પણ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 20 જાન્યુઆરીએ હરિયાણાના યમુનાનગરમાં 12મીના એક વિદ્યાર્થીએ સ્કૂલ પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી હતી.

English summary
student shoots dead lecturer in sonipat haryana. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.