For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Joshimath Landslide : જોશીમઠ ભૂસ્ખલનમાં ઘર છોડનારા વિદ્યાર્થીઓને મળશે રાહત, વિસ્થાપિત જગ્યા પર આપી શકશે પરીક્ષ

બોર્ડના સંયુક્ત સચિવ અને પ્રાદેશિક અધિકારી રણબીર સિંહે ચમોલીના ડીએમ અને તમામ શાળાઓને એક પત્ર મોકલીને માહિતી આપી છે કે, 1142 CBSE 10મા વિદ્યાર્થીઓ અને 743 12મા વિદ્યાર્થીઓ ચમોલી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.

|
Google Oneindia Gujarati News

Joshimath Landslide : જોશીમઠ ભૂસ્ખલનને કારણે પોતના ઘર છોડીને લોકોને રાહત શિબિરમાં રહેવાની ફરજ પડી રહી છે. આવા સમયે સીબીએસસીના વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષા અંગેની ચિંતા હતી. જેમાં તેમને રાહત મળી છે. જોશીમઠ ભૂસ્ખલનને કારણે ઘર છોડનારા સીબીએસસીના વિદ્યાર્થીઓને વિસ્થાપિત સ્થળે પરીક્ષા આપવા અંગે ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

Joshimath Landslide

સીબીએસસી બોર્ડના સંયુક્ત સચિવ અને પ્રાદેશિક અધિકારી રણબીર સિંહે ચમોલીના ડીએમ અને તમામ શાળાઓને એક પત્ર મોકલીને માહિતી આપી છે કે, 1142 CBSE 10મા વિદ્યાર્થીઓ અને 743 12મા વિદ્યાર્થીઓ ચમોલી જિલ્લામાં 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.

આ માટે જિલ્લામાં 13 અટલ ઉત્કૃષ્ટ વિદ્યાલય, ચાર કેન્દ્રીય વિદ્યાલય, એક રાજીવ ગાંધી નવોદય વિદ્યાલય અને એક જવાહર નવોદય વિદ્યાલય સહિત 19 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે વહીવટીતંત્ર ઘણા પરિવારોને વિસ્થાપિત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે તેમના પૂર્વ નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવી મુશ્કેલ બની ગઈ છે. આવા વિદ્યાર્થીઓ માટે CBSE પ્રાદેશિક અધિકારી રણબીર સિંહે વિસ્થાપિત સ્થળે નજીકના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા માટે વિશેષ છૂટ આપી છે. તેમણે આ અંગે બે દિવસ પહેલા તમામ શાળાઓને પત્ર મોકલ્યો છે, જેમાં આવા વિદ્યાર્થીઓની યાદી માંગવામાં આવી છે.

સોમવારના રોજ તેમણે ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર પણ મોકલ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો વહીવટીતંત્રને આવી માહિતી મળે તો તેમણે સીબીએસઈને જાણ કરવી જોઈએ, જેથી કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા ચૂકી ન જાય.

બે વિદ્યાર્થીઓએ કરી હતી નવા પરીક્ષા કેન્દ્રોની માંગણી

જોશીમઠના બે વિદ્યાર્થીઓએ નવા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે CBSE પાસે પરવાનગી માંગી છે. CBSEના જણાવ્યા અનુસાર એક વિદ્યાર્થીએ જોશીમઠથી કાશીપુર અને બીજા વિદ્યાર્થીએ જોશીમઠથી રૂરકીના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની માંગ કરી છે. બોર્ડ આ અંગે કાર્યવાહી કરી રહ્યું છે.

Students who left their homes in the Joshimath landslide will get relief, they will be able to take the exam at the displaced place.

Joshimath Landslide : બોર્ડના સંયુક્ત સચિવ અને પ્રાદેશિક અધિકારી રણબીર સિંહે ચમોલીના ડીએમ અને તમામ શાળાઓને એક પત્ર મોકલીને માહિતી આપી છે કે, 1142 CBSE 10મા વિદ્યાર્થીઓ અને 743 12મા વિદ્યાર્થીઓ ચમોલી જિલ્લામાં 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.

English summary
Students who left their homes in the Joshimath landslide will be able to take the exam at the displaced place
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X