ભારતના ચાર ઉદ્દેશ્ય સાથે જીએસએલવી ડી-5 લોન્ચ કરાયું

Posted By:
Subscribe to Oneindia News

શ્રીહરિકોટા, 5 જાન્યુઆરી: ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન આજે જીએસએલવીના ડી-5 વર્ઝનને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ પ્રક્ષેપણ પર ટકેલી છે, કારણ કે તેના સફળ લોન્ચિંગમાં ભારત બે વખત નિષ્ફળ રહી ચૂક્યું છે. આ વખતે તેના સફળ પ્રક્ષેપણની આશા સેવાઇ રહી હતી. જીએસએલવી ડી5નું પ્રક્ષેપણ રવિવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સાંજે 4.18 કલાકે કરવામાં આવ્યું હતું.

જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ ડેવલપમેન્ટ સંપૂર્ણ રીતે ભારત દ્વારા નિર્મિત છે. આ પહેલા 2010માં બે વાર તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, જેમાં ઇસરો ફેઇલ થઇ ગયું હતું. ફેઇલ થનારા બે જીએસએલવીના પહેલામાં ક્રાયોજેનિક એન્જિન લગાવવામાં આવ્યું હતું, જે ભારતમાં નિર્મિત હતું, જ્યારે બીજામાં રશિયાનું ક્રાયોજેનિક એન્જિન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 ઓગસ્ટ 2013ના રોજ સેટેલાઇટને લોન્ચ કરવાનું હતું, પરંતુ અણીના સમયે તેનું પ્રક્ષેપણ રોકી દેવામાં આવ્યું કારણ કે તેના ઇંધણ ટેંકમાં લીકેજ હતું.

લગભગ બે ટન વજનનું જીસેટ-14 ઉપગ્રહ 49.13 મીટર લાંબા અને ત્રણ તબક્કાવાળા યાન મારફતે અવકાશમાં મોકલવામાં આવશે. યાનના પ્રથમ ચરણમાં સખત ઇંધણ, બીજામાં લિક્વિડ ઇંધણ અને ત્રીજામાં ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ થશે. આ મિશન પર ભારતે 356 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. તેના ચાર ઉદ્દેશ્ય છે.

ભારતનું પ્રથમ ઉદ્દેશ્ય

ભારતનું પ્રથમ ઉદ્દેશ્ય

પ્રથમ ઉદ્દેશ્ય એટલા માટે જરૂરી છે, કારણ કે અત્યાર સુધી ભારત પોતાની તમામ જીએસએલવીમાં વિદેશથી ક્રાયોજેનિક એન્જિન ખરીદીને લગાવતું રહ્યું છે, આ વખતે સ્વદેશી એન્જિન કેવું સાબિત થાય તે માલૂમ પડશે. આ સેટેલાઇટના સફળ પરીક્ષણથી ભારત દુનિયાના છઠ્ઠો દેશ બની જશે જેને ટેકનોલોજીમાં મહારથ હાસલ હોય. આ પહેલા અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન જ આ એલીટ ક્લબમાં સામેલ છે.

બીજો ઉદ્દેશ્ય

બીજો ઉદ્દેશ્ય

જીએસએલવીના માધ્યમથી જે સેટેલાઇટ જીસેટ-14ને સ્થાપિત કરવામાં આવશે, તે આગળ જઇને જીસેટ-3ને અપગ્રેડ કરવાનું કામ કરશે. તેની પરિધિમાં આખુ ભારત આવશે અને તેના માધ્યમથી ભારતના બ્રૉડકાસ્ટિંગ સેવામાં વધારો થશે. આ કામ માટે સેટેલાઇટમાં 6 ક્યૂ-બેન્ડ, 6સી-બેન્ડ ટ્રાંસપોંડર લગાવવામાં આવ્યા છે. આ સેટેલાઇટ 2600 વૉટની સૌર ઊર્જાથી ચાલશે.

ત્રીજો ઉદ્દેશ્ય

ત્રીજો ઉદ્દેશ્ય

આ સેટેલાઇટના સ્થાપિત થયા બાદ ભારતના ગામે-ગામ ઇન્ટરનેટની સેવાઓ પહોંચાડવાનું ઉદ્દેશ્ય પણ પુરું થઇ જશે.

ચોથો ઉદ્દેશ્ય

ચોથો ઉદ્દેશ્ય

બે નિષ્ફળ પરીક્ષણ બાદ દુનિયાભરના અવકાશ વૈજ્ઞાનિક સંગઠનોની વચ્ચે ઇસરોની બદનામી થઇ હતી. માટે ભારતનું ત્રીજો ઉદ્દેશ્ય સફળ પ્રક્ષેપણ કરીને જોરદાર જવાબ આપવાનો છે કે ભારત પણ કોઇનાથી ઓછુ નથી.

English summary
The Indian Space Research Organisation (ISRO) is all set to launch India's heavy rocket Geosynchronous Satellite Launch Vehicle-Development 5 (GSLV-D5) from the spaceport at Sriharikota, Andhra Pradesh at 4.18 pm Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.