Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુનંદા પુષ્કરના શરીર પર ઘાના 15 નિશાન હતા: દિલ્હી પોલીસ

કોંગ્રેસ સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુની ઘટના મામલે આરોપ નક્કી કરવા માટે મંગળવારે ચર્ચા થઇ.

કોંગ્રેસ સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુની ઘટના મામલે આરોપ નક્કી કરવા માટે મંગળવારે ચર્ચા થઇ. આ દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે પોતાના પતિ શશી થરૂર સાથે તણાવપૂર્ણ સંબંધોને કારણે સુનંદા પુષ્કર માનસિક પીડાથી પસાર થઇ રહી હતી. પોલીસે શશી થરૂર પર સુનંદા પુષ્કરને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો, જેને તેને આત્મહત્યા કરવા માટે મજબુર કરી.

સુનંદા પુષ્કરના શરીર પર ઘાના 15 નિશાન હતા: દિલ્હી પોલીસ

સુનંદા પુષ્કરના શરીર પર ઘાના 15 નિશાન હતા: દિલ્હી પોલીસ

વિશિષ્ટ લોક અભિયોજક અતુલ શ્રીવાસ્તવે કોર્ટને જણાવ્યું કે બંને વચ્ચેના થતા ઝગડાને કારણોસર સુનંદા પુષ્કર મુશ્કેલીઓ અને માનસિક પીડાથી પસાર થઈ રહી છે. તેમને પુષ્કરની મૃત્યુથી સંબંધિત કિસ્સાઓમાં શશી થરૂર વિરુદ્ધ આરોપ નક્કી કરવા દરમિયાન આ વાત કહી. દિલ્હી પોલીસ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે સુનંદાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેના શરીર પર નાના-મોટા 15 ઘા લાગ્યાના નિશાન હતા. પોલીસનો આરોપ છે કે સુનંદાને આ ઘા મારામારી દરમિયાન લાગ્યા હતા.

હોટલના રૂમમાં મૃત મળી હતી સુનંદા પુષ્કર

હોટલના રૂમમાં મૃત મળી હતી સુનંદા પુષ્કર

17 જાન્યુઆરી, 2014 ના સુનંદ પુષ્કર દિલ્હીની એક હોટેલમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ મામલે શશી થરૂર વિરુદ્ધ આઇપીસી ધારા 498-એ અને ધારા 306 હેઠળ કેસ નોંધ્યો છે. કોંગ્રેસ સાંસદ હાલમાં જામીન પર છે કોંગ્રેસ સાંસદ શશી થરૂર પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે.

સુનંદા પુષ્કરને પ્રતાડિત કરવામાં આવી હતી: દિલ્હી પોલીસ

સુનંદા પુષ્કરને પ્રતાડિત કરવામાં આવી હતી: દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે સુનંદા પુષ્કરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થરૂર અને પાકિસ્તાની પત્રકાર મહેર તરાર વચ્ચે થયેલા પત્ર વ્યવહાર અને બીજા લોકોના નિવેદનને આધાર આપીને કહ્યું કે મૌત પહેલા સુનંદા પુષ્કરને પ્રતાડિત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે સુનંદા પુષ્કરના મૌતનું કારણ ભલે ઝેર જણાવવામાં આવી રહ્યું હોય પરંતુ મૃત્તિકાનાં શરીર પર મળેલા ઘા નિશાન 12 કલાકથી લઈને 4 દિવસ જુના છે. વકીલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વાતનો પુરાવો છે કે સુનંદા પુષ્કર સાથે મારપીટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મોદી પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું- RSSની વિચારધારાનું સન્માન નથી કરતા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X