For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાન ભક્તિઃ AAP નેતા મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવશે

હનુમાન ભક્તિઃ AAP નેતા મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીની ચૂટણીમાં જેવી રીતે આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત નોંધાવી છે તે બાદ ચૂંટણી પ્રચાર પર જે મુદ્દાઓને લઈ વિપક્ષે તેમના પર પ્રહાર કર્યો હતો તે બધા પર તેઓ ટકી રહેવા માંગે છે. જણાવી દઈએ કે દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે એક ટીવી કાર્યક્રમમાં હનુમાન ચાલીસા વાંચી હતી, જે બા વિપક્ષે તેમના પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરંતુ આ તમામ આલોચનાની વચ્ચે જ્યારે દિલ્હી ચૂંટણીમાં આમ આમી પાર્ટીએ જીત નોંધાવી તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હનુમાનજીના મંદિરે ગયા અને ત્યાં ભગવાનના આશીર્વાદ લીધા. પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ પણ આમ આમી પાર્ટી પોતાની હનુમાન ભક્તિ પર ખરી ઉતરવા માંગે છે.

હરેક મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠ

હરેક મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠ

જણાવી દઈએ કે આમ આમી પાર્ટીના નેતા અને આ ચૂંટણીમાં જીત હાંસલ કરનાર સૌરભ ભારદ્વાજે હરેક મંગળવારે સુંદરકાડનો પાઠ કરવાનો ફેસલો લીધો છે. તેમણે ખુદ એક ટ્વીટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. સૌરક્ષ ભારદ્વાજે ટ્વીટ કરી જણાવ્યું કે દરેક મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવવામાં આવશે, આ પાઠ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કરાવવામાં આવશે. જેમાં તમે બધા આમંત્રિત છો. 18 ફેબ્રુઆરી એટલે કે આજે સાંજે 4.30 વાગ્યેથી જ ચિરાગ દિલ્હીના પ્રાચીન શિવ મંદિરમાં આ પાઠ કરાવવામાં આવી રહ્યો છે.

જીતનો શ્રેય હનુમાનજીને આપ્યો

જીતનો શ્રેય હનુમાનજીને આપ્યો

જણાવી દઈએ કે દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે હનુમાન ચાલીસા વાચ્યા બાદ તેઓ વિપક્ષના નિશાના પર હતા. કેજરીવાલે કહ્યું કે તેઓ હનુમાનના ભક્ત છે અને નિયમથી હનુમાન મંદિર જાય છે. પરંતુ ભાજપે તેમના પર નિશાન સાધતા કહ્યું હતુ્ં કે આમ આદમી પાર્ટી પણ સૉફ્ટ હિંદુત્વના રસ્તા પર ચાલી રહી છે જેથી વોટબેંક સાધી શકાય. દિલ્હી ચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારના સભ્ય અને મનીષ સિસોદિયા પણ હાજર હતા. કેજરીવાલે પોતાની જીતનો શ્રેય ભગવાન હનુમાનને આપ્યો હતો.

યૂપીમાં આપનું વિસ્તરણ થશે

યૂપીમાં આપનું વિસ્તરણ થશે

જણાવી દઈએ કે દિલ્હી ચૂંટણીમાં જબરસ્ત જીત નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ઉત્તર પ્રદેશમાં પોતાના પગ મજબૂત કરવાના અભિયાનમાં લાગી ગઈ છે. ઉત્તર પ્રેશમાં 2022માં થનાર ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને અહીં મજબૂત કરવા માંગે છે. સેક્ટર 29 સ્થિત નોઈડા મીડિયા ક્લબમાં આયોજિત પત્રકાર વાર્તામાં રાજ્યસભા સભ્ય અને ઉત્તર પ્રદેશ પ્રભારી સંજય સિંહે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તર પ્રદેશ કાર્યકારિણીની એક બેઠક થશે. બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો જનાધાર વધારવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આખા પ્રદેશમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5000 બેનર પોસ્ટર લગાવી પાર્ટીની નીતિઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સાથે જ દિલ્હી મોડેલને ઘરે-ઘરે પહોંચાડવાનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આના માટે પાર્ટી એવા 12 ધારાસભ્યોને ફ્રન્ટ પર લવશે જે યૂપીના વિવિધ જિલ્લાના રહેવાસી છે અને દિલ્હી વિધાનસભામાં જીત હાંસલ કરી છે.

આમ આદમી પાર્ટી ચલાવશે મેમ્બરશીપ કેમ્પેન

આમ આદમી પાર્ટી ચલાવશે મેમ્બરશીપ કેમ્પેન

સંજય સિંહે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી આખા ઉત્ત પ્રદેશમાં વ્યાપક મેમ્બરશીપ કેમ્પેન ચલાવવામાં આવશે. પ્રત્યેક જનપદમાં વિશેષ કાઉન્ટર લગાવી સભ્ય બનાવવામાં આવશે. મિસ્ડ કોલ તથા વેબસાઈટ દ્વારા પણ સભ્ય બનાવવામાં આવશે. જણાવી દઈએ કે હાલ યૂપીમાં 85 હજાર સભ્ય છે. હાલમાં જ રાષ્ટ્ર નિર્માણ માટે પાર્ટી સાથે જોડાયેલા અભિયાનમાં યૂપીના 1 લાખ 16 હજાર લોકોએ મિસ્ડ કોલ આપ્યો છે. આ ઉત્સાહજનક છે.

જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યુંજામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું

English summary
AAP leader to organise Sundar Kand on every first tuesday of Month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X