સુપર સન્ડે : દિલ્હીમાં રાહુલનો વાર, પટણામાં મોદીનો હુંકાર

નવી દિલ્હી/પટણા, 27 ઑક્ટોબર : દેશના રાજકારણમાં આજનો રવિવાર મહત્વનો છે. લોકસભા ચૂંટણીઓને ભલે હજી વાર હોય, પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના શંખનાદ સાથે જ દેશમાં લોકસભા ચૂંટણીઓનો માહોલ પણ જામવા લાગ્યો છે. આજનો રવિવાર એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે આજે દેશમાં બે મહારેલીઓ યોજાઈ રહી છે.

modi-rahul
એક બાજુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પક્ષ તરફથી વડાપ્રધાન પદના વણજાહેર ઉમેદવાર રાહુલ ગાંધી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓનો શંખનાદ કરવા જઈ રહ્યાં છે, તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના જાહેર ઉમેદવાર નરેન્દ્ર મોદી પટણામાં મોસ્ટ અવેટેડ રેલી કરવા જઈ રહ્યાં છે. એક બાજુ રાહુલ બપોરે બાર વાગ્યે દિલ્હીમાંથી વાર કરશે, તો બીજી બાજુ મોદી બપોરે 2 વાગ્યે પટણામાંથી હુંકાર ભરશે.

છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે દેશમાં રાહુલ વર્સિસ મોદીનો માહોલ જામતો જાય છે, તે જોતા સ્પષ્ટ છે કે આજનો રવિવાર આ બાબતમાં સુપર સન્ડે સાબિત થવાનો છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતા ભાષણો ઉપર નરેન્દ્ર મોદી દ્વારા કરાતી પ્રતિક્રિયાઓના પગલે દેશમાં રાહુલ વર્સિસ મોદીનુ ચિત્ર ઉપસી આવ્યું છે અને આજે આ ચિત્ર ચોક્કસ રીતે વધુ ચર્ચામાં રહેવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X