For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ખફા, સરકાર કંઈ કરી રહી નથી, ડેટા ખોટા છે-સુપ્રીમ કોર્ટ

બુધવારે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી NCRમાં વાયુ પ્રદૂષણ પર સુનાવણી શરૂ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સરકારને સવાલ પૂછ્યો છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે શું કામ કર્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : બુધવારે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી NCRમાં વાયુ પ્રદૂષણ પર સુનાવણી શરૂ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સરકારને સવાલ પૂછ્યો છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે શું કામ કર્યું છે. એટલું જ નહીં ખૂબ જ આકરી ટીપ્પણી કરતાં ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, સમસ્યા એ છે કે લોકોને ઊંચી અપેક્ષાઓ છે કે કોર્ટ કામ કરી રહી છે અને સરકાર કોઈ કામ નથી કરી રહી. કેટલાક અખબારો જણાવે છે કે કોર્ટના પગલા બાદ પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. અમને ખબર નથી કે તે કેટલું સાચુ છે.

delhi air pollution

કોર્ટે કહ્યું કે હવે કામદારોએ અમારો સંપર્ક કર્યો છે કે બાંધકામનું કામ શરૂ કરવું જોઈએ. આવતીકાલે ખેડૂતો અમારી પાસે માંગ કરશે કે તેમને પરાળી બાળવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે ભલે પ્રદૂષણનું સ્તર થોડું નીચે આવ્યું છે પરંતુ અમે આ મામલાને બંધ કરવાના નથી. અમે આ અંગે સુનાવણી ચાલુ રાખીશું. આ સાથે કોર્ટે આ મામલાની સુનાવણી મોકૂફ રાખી આગામી સુનાવણી સોમવાર પર રાખવાનો નિર્ણય કર્યો છે. બેન્ચનું નેતૃત્વ કરી રહેલા ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે, ભલે પ્રદૂષણનું સ્તર નીચે આવ્યું હોય અમે મામલો બંધ કરીશું નહીં.

કોર્ટે કહ્યું કે અમે આગળ પણ આદેશ આપતા રહીશું. અમે તેના પર દરરોજ અથવા દર બીજા દિવસે સૂનાવણી કરીશું. આ સાથે કોર્ટે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે હાલમાં તે 381 છે અને તમે આપેલો 290નો આંકડો સાચો ન હોઈ શકે. નથી લાગતું કે કોઈ મોટો ફેરફાર થયો છે. ભલે હવે પ્રદૂષણ થોડું ઓછું થયું છે, પરંતુ તે ફરીથી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. તેને ઘટાડવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં પગલાં લો. હવે કોર્ટે સોમવારે દિલ્હીમાં પ્રદૂષણ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

English summary
Supreme Court angry over pollution issue, government is not doing anything, data is wrong-Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X