રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીઓની ફાંસી જનમટીપમાં ફેરવાઇ
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક મોટો નિર્ણય આપ્યો છે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ત્રણ દોષીઓની ફાંસીની સજાને હવે જનમટીપમાં ફેરવી દેવાઇ છે. છેલ્લા ઘણા સમયથી આ ત્રણેય દોષીઓની દયા અરજી પેન્ડીંગ પડી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કોઇ પણ સરકાર કોઇપણ ફાંસીના દોષીની દયા અરજીને એક વર્ષ કરતા વધારે પેન્ડીંગ રાખી શકે નહીં, આવામાં જો તેની દયા અરજી પેન્ડીંગ હોય તો તેની સજા ફાંસીથી આજીવન કેદમાં ફેરવાઇ જાય છે માટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી મુરુગન, અરિવૂ અને સંથનને હવે ફાંસીના સ્થાને જનમટીપની સજા થશે.

આપને જણાવી દઇએ કે રાજીવ ગાંધીની હત્યાના દોષી મુરુગન, અરિવૂ અને સંથન ત્રણે વર્ષ 2004થી કર્ણાટકની જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
