સુપ્રીમે રોબર્ટ વાઢેરા સામેની PIL પર સુનવણીનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, 28 ઓક્ટોબર : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી - પીઆઇએલ પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજદારને હાઇકોર્ટમાં જવા માટે જણાવ્યું છે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું કે રાજકીય પરિવાર સાથે સંકળાયેલા લોકો સામે આવી રીતે આઇપીએલ દાખલ કરવી જોઇએ નહીં. વાસ્તવમાં અરજદારે રોબર્ટ વાઢેરા લેન્ડ ડીલમાં સીબીઆઇની તપાસની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનવણીનો ઇનકાર કરતા જણાવ્યું કે અરજદારે આ માટે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા કરીને આવવું જોઇએ.

robert-vadra

આ જ મુદ્દે કડક ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઇની છબી ખરાબ કરવા માટે પીઆઇએલનો ઉપયોગ થવો જોઇએ નહીં. આજ કાલ ઝડપી લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે લોકો પીઆઇએલ દાખલ કરી દેતા હોય છે. આવું થવું જોઇએ નહીં. આ કેસમાં હરિયાણા કોંગ્રેસ પર પણ આરોપ છે કે તેણે વાઢેરાને ફાયદો પહોંચાડવા માટે લેંડ યુઝના નિયમોમાં ફેરફાર કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X