For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટે જારી કરી ગાઈડલાઈન, નિર્ધારિત સમયમાં આપવી પડશે ફાંસી

નિર્ભયા કેસમાં થઈ રહેલા વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે મોતની સજા સાથે જોડાયેલ ગુનાહિત કેસની સુનાવણીમાં ઝડપ લાવવા માટે નવી ગાઈડલાઈન નક્ક કરી છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કેસમાં થઈ રહેલા વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે મોતની સજા સાથે જોડાયેલ ગુનાહિત કેસની સુનાવણીમાં ઝડપ લાવવા માટે નવી ગાઈડલાઈન નક્ક કરી છે. શુક્રવારે કોર્ટે આવા કેસોની સુનાવણી માટે 6 મહિના સુધી સમય સીમા નિર્ધારિત કરી છે. એટલે કે જે દિવસે હાઈકોર્ટ મોતની સજાના કેસમાં ચુકાદો સંભળાવશે, તેના આગલા 6 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટ ત્રણ જજોની બેંચ એ કેસની સુનાવણી કરશે.

nirbhaya case

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસમાં સર્ક્યુલર જારી કર્યુ. કેસમાં સૂચીબદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ અંગે મોતની સજા સંભળાવનાર અદાલતને આની સૂચના આપશે. આના 60 દિવસોની અંદર કેસ અંગેના બધા રેકોર્ડ સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવશે જે સમય અદાલત નક્કી કરે તેનુ પાલન થશે. જો આ અંગે કોઈ વધુ દસ્તાવેજ કે સ્થાનિક ભાષાના દસ્તાવેજોનુ ટ્રાન્સલેશન આપવાનુ હોય તો તે પણ આપવામાં આવશે.

ગાઈડલાઈન મુજબ રજિસ્ટરી પક્ષકારોને વધુ દસ્તાવેજ માટે 30 દિવસનો વધુ સમય આપી શકે છે. જો નિશ્ચિત સમયમાં આ પ્રક્રિયા પૂરી ન થાય તો કેસને રજિસ્ટ્રાર પાસે નહિ પરંતુ જજના ચેમ્બરમાં સૂચિત કરવામાં આવશે અને જજ ચેમ્બરમાં જ વિચાર કરી આદેશ જારી કરશે. નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીમાં વિલંબથી દેશમાં ઉપજેલી નારાજગી વચ્ચે 22 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.

મૃત્યુદંડના કેસમાં સુનાવણી માટે નક્કી કરવામાં આવેલા દિશા-નિર્દેશ અને સમયસીમાથી જધન્ય ગુનાના કેસોમાં ત્વરિત ન્યાયની આશા જાગી છે. આ પહેલા દિલ્લીની એક અદાલતે ગુરુવારે નિર્ભયા દુષ્કર્મ કેસમાં ડેથ વોરન્ટ જારી કરવાની અજી પર સુનાવણી 17 ફેબ્રુઆરી સુધી માટે સ્થગિત કરી દીધી. અદાલતે માન્યુ કે દોષી પોતાના કાનૂની ઉપાયોનો ઉપગોય કરવા માટે હકદાર છે અને તેના મૌલિક અધિકારોની અનદેખી ન કરી શકાય.

આ પણ વાંચોઃ કેજરીવાલના શપથ ગ્રહણમાં શામેલ થવા માટે સરકારી શાળાના શિક્ષકોને ફરમાનઆ પણ વાંચોઃ કેજરીવાલના શપથ ગ્રહણમાં શામેલ થવા માટે સરકારી શાળાના શિક્ષકોને ફરમાન

English summary
Supreme Court gives Guidelines on Death Penalty Appeals Amid Nirbhaya case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X