For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પર આપેલા તેમના ચુકાદા અંગે અપાયેલી બધી 49 પુનર્વિચાર યાચિકાઓ પર ઓપન કોર્ટમાં સુનાવણીનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પર આપેલા તેમના ચુકાદા અંગે અપાયેલી બધી 49 પુનર્વિચાર યાચિકાઓ પર ઓપન કોર્ટમાં સુનાવણીનો આદેશ આપ્યો છે. મંદિરમાં મહિલાઓને પ્રવેશને મંજૂરી આપવાના કોર્ટના ચુકાદા અંગે ઉચ્ચતમ ન્યાયાલયમાં પુનર્વિચારની માંગ અંગે ઘણી યાચિકાઓ નાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે તત્કાલિન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચે સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા વર્ષોના પ્રતિબંધને હટાવી દીધો હતો.

આ પણ વાંચોઃ Me Too: જાણીતા એંકર પર મહિલા પત્રકારે લગાવ્યો યૌન શોષણનો આરોપઆ પણ વાંચોઃ Me Too: જાણીતા એંકર પર મહિલા પત્રકારે લગાવ્યો યૌન શોષણનો આરોપ

ઓપન કોર્ટમાં સુનાવણીને આદેશ

ઓપન કોર્ટમાં સુનાવણીને આદેશ

ઉચ્ચતમ ન્યાયાલયમાં સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ અંગે અપાયેલા ચુકાદા પર 49 પુનર્વિચાર યાચિકાઓ નાખવામાં આવી છે. જેના પર ન્યાયાલયે ઓપન કોર્ટમાં સુનાવણીને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ આર એફ નરીમન, એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચૂડ અને ઈન્દુ મલ્હોત્રાની એક બેંચ ચુકાદાની સમીક્ષા કરવા માટે નાખવામાં આવેલી 49 યાચિકાઓ પર વિચાર કરશે. આ ઉપરાંત ચુકાદા અંગે નાખવામાં આવેલી ત્રણ અલગ પુનર્વિચાર યાચિકાઓને પણ ચીફ જસ્ટીસ ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને કે એમ જોસેફ સામે ઓપન કોર્ટમાં સુનાવણી માટે રાખવામાં આવશે.

મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હતી

મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હતી

આ પહેલા સુપ્રીમ કોર્ટે 9 ઓક્ટોબરે આ યાચિકાઓ પર તત્કાળ સુનાવણીનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે ત્યારે 13 નવેમ્બરની તારીખને સુનાવણી માટે નક્કી કરી હતી. દેશના ઉચ્ચતમ ન્યાયલયે 28 સપ્ટમેબરના રોજ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂનો પ્રતિબંધ હટાવીને 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હતી. પ્રતિબંધને લિંગભેદ ગણાવીને કોર્ટે બધી મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઘણા સંગઠન અને લોકો આનો વિરોધ કરી રહ્યા છે.

મહિલા હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી

મહિલા હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી

આદેશ બાદ જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા તો પ્રદર્શકારીઓએ વર્ષો જૂના રિવાજનો હવાલો આપીને મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. ત્યારબાદ પાંચ દિવસો સુધી ઘણી મહિલાઓએ મંદિરમાં પ્રવેશની કોશિશ કરી પરંતુ તેમને ત્યાંથી પાછી મોકલી દેવામાં આવી. ત્યાં રિપોર્ટીંગ કરવા આવેલી ઘણી મહિલા પત્રકારોને પ્રદર્શનકારીઓએ નિશાન પણ બનાવી. કોર્ટના આદેશ છતાં કોઈ પણ મહિલા હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી.

આ પણ વાંચોઃ ડસોલ્ટ સીઈઓના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસઃ 'સરકાર ગોટાળાને દબાવી નહિ શકે'આ પણ વાંચોઃ ડસોલ્ટ સીઈઓના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસઃ 'સરકાર ગોટાળાને દબાવી નહિ શકે'

English summary
Supreme Court To Hear Review Petition On Sabarimala Verdict Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X