For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુ પ્રદૂષણ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું-શું કહ્યુ, વાંચો મોટી વાતો

જાણીએ વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની મોટી વાતો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીની હવા ઠંડી આવવા સાથે-સાથે દિવાળી બાદથી હવે ઝેરી થવા લાગી છે. દિલ્લીની શ્વાસ રુંધાવતી હવાએ લોકોની એક વાર ફરીથી મુસીબત વધારી દીધી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ બગડી રહી છે. એવામાં દિલ્લીના આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી થઈ રહી છે. શનિવારે સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરીને કડક વલણ અપનાવ્યુ અને કેન્દ્ર સરકાર પાસેથી પ્રદૂષણ રોકવા માટે ઉઠાવેલા પગલાંની માહિતી આપી હતી. સાથે જ દિલ્લીમાં બે દિવસ માટે લૉકડાઉન લગાવવાનુ પણ સૂચન કર્યુ હતુ. વળી, હવે સોમવારે થયેલી સુનાવણીમાં અદાલતે દિલ્લીમાં વધતા પ્રદૂષણને લઈને કડક નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ આ દરમિયાન કોર્ટે અમુક સૂચન પણ આપ્યા છે. એવામાં, જાણીએ વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની મોટી વાતો...

air pollution

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે દિલ્લી અને ઉત્તરી રાજ્યોમાં વર્તમાનમાં સૂકુ ઘાસ બાળવુ એ પ્રદૂષણનુ મુખ્ય કારણ નથી કારણકે આ પ્રદૂષણમાં માત્ર 10% યોગદાન આપે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને દિલ્લી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સામે લડવા માટે નિર્માણ કાર્ય, બિનજરૂરી પરિવહન, પાવર પ્લાન્ટને રોકવા અને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા જેવા મુદ્દાઓ પર કાલે(મંગળવારે) એક ઈમરજન્સી બેઠક બોલાવવાના નિર્દેશ આપ્યા.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી કાલે(મંગળવાર) સાંજ સુધી જવાબ માંગ્યો છે કે કયા ઉદ્યોગોને રોકી શકાય છે, કયા વાહનોને ચલાવતા રોકી શકાય છે અને પાવર પ્લાન્ટને રોકી શકાય છે.

દિલ્લીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલ ત્રણ સૂચન, પહેલુ-ગાડીઓ માટે ઑડ-ઈવન નિયમની શરૂઆત, બીજુ-દિલ્લીમાં મેટ્રો ટ્રકોની એન્ટ્રી પર રોક અને ત્રીજુ- સૌથી ગંભીર સ્થિતિમાં લૉકડાઉન.

દિલ્લી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે તે લૉકડાઉન લાગુ કરવા માટે તૈયાર છે પરંતુ આની કોઈ હવાઈ સીમા નથી માટે કેન્દ્ર સરકારે આને આખા એનસીઆરમાં રાખવા પર વિચાર કરી શકે છે અને સંપૂર્ણપણે લૉકડાઉન લગાવવાનુ રહેશે.

સુનાવણી દરમિયાન દિલ્લીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે એ વાતને પણ માની કે રાજધાનીમાં પ્રદૂષણ વધવાનુ મુખ્ય કારણ ધૂળ, ભારે વાહનોનો ટ્રાફિક અને ઉદ્યોગ છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કહ્યુ કે, 'આ રીતે એક કાર્યકારી ઈમરજન્સી બેઠક આયોજિત થવાની આશા નહોતી, આ ખૂબ દૂર્ભાગ્યપૂર્ણ છે કે આપણે તેના મમાટે એક એજન્ડા નિર્ધારિત કરવાનો છે.'

સુનાવણી 17 નવેમ્બર માટે સ્થગિત થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનસીઆર ક્ષેત્રના રાજ્યો પાસેથી આ દરમિયાન કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ પર વિચાર કરવા માટે કહ્યુ. કેન્દ્ર દ્વારા કાલે યોજાનારી ઈમરજન્સી બેઠકમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણાના મુખ્ય સચિવોને પણ ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

English summary
Supreme Court hearing on Delhi air pollution petition, Know main points of hearing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X