For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC કૉલેજિયમે જસ્ટીસ પુષ્પાને સ્થાયી કરવાની ભલામણ પાછી લીધી, POCSO પર આપ્યા હતા વિવાદિત ચુકાદા

બે વિવાદિત ચુકાદા બાદ જસ્ટીસ પુષ્પાને સ્થાયી કરવાની ભલામણ પાછી લઈ લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Controversial Judgment on POCSO: હાલમાં જ બૉમ્બે હાઈકોર્ટના જજ જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ પૉક્સો(POCSO) એક્ટ હેઠળ બે ચુકાદા આપ્યા હતા જેના પર જોરદાર વિવાદ થયો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે 20 જાન્યુઆરીએ જસ્ટીસ પુષ્પાને હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી હતી પરંતુ હવે બે વિવાદિત ચુકાદા બાદ આ ભલામણ પાછી લઈ લેવામાં આવી છે.

SC

સૂત્રો મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ ન્યાયાલયની ત્રણ સભ્યોની કૉલેજિયમે બૉમ્બે ઉચ્ચ ન્યાયલયના સ્થાયી ન્યાયાધીશ તરીકે જસ્ટીસ ગનેડીવાલા(Justice Pushpa V Ganediwala)ની ભલામણ કરી હતી પરંતુ તેમના બંને ચુકાદા પર જોરદાર વિવાદ થયો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી હતી. આના કારણે કૉલેજિયમે આ પ્રસ્તાવે રદ કરી દીધો છે. એવામાં હવે જસ્ટીસ ગનેડીવાલા અસ્થાયી તરીકે જ કામ કરશે.

શું છે કૉલેજિયમ સિસ્ટમ?

વાસ્તવમાં કૉલેજિયમ(Collegium) સિસ્ટમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ અને ટ્રાન્સફરની ભલામણ કરનારી એક સમિતિ છે. આના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ હોય છે જ્યારે ઘણા વરિષ્ઠ જજ સભ્ય રહે છે. આ મામલે જસ્ટીસ પુષ્પાને સ્થાયી કરવાના હતા જેની ભલામણ સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે કરી હતી.

શું હતો પહેલા વિવાદિત ચુકાદો?

પહેલો વિવાદિત ચુકાદો જસ્ટીસ પુષ્પાની બેંચે 12 વર્ષીય સગીરાના યૌન ઉત્પીડન મામલે આપ્યો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે સગીરા બાળકીને નિર્વસ્ત્ર કર્યા વિના તેની બ્રેસ્ટને સ્પર્શવી એ યૌન હુમલો(Sexual Assault) ન કહી શકાય. પૉક્સો એક્ટ હેઠળ યૌન હુમલાને પરિભાષિત કરવા માટે સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ જરૂરી છે. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે લગાવી દીધો હતો.

આ છે બીજો વિવાદિત ચુકાદો

બીજો કેસ એક પાંચ વર્ષની બાળકી સાથે યૌન ઉત્પીડનનો હતો. જેમાં સુનાવણી બાદ જસ્ટીસ પુષ્પાએ કહ્યુ કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ છે નહિ કે સેક્સ્યુઅલ અસૉલ્ટ(યૌન હુમલા)નો. અદાલતે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક શબ્દની વ્યાખ્યા કરીને કહ્યુ કે આનો અર્થ એ છે કે પ્રત્યક્ષ શારીરિક સંપર્ક એટલે કે યૌન પ્રવેશ કર્યા વિના સ્કીન-ટુ-સ્કીન કૉન્ટેક્ટ. આના કારણે કોર્ટે આને આઈપીસીની કલમ 354A (1) (i) માની અને પૉક્સો અધિનિયમની કલમ 8, 10 અને 12 હેઠળ સજાને રદ કરી. કલમ 354A (1) (i) હેઠળ મહત્તમ 3 વર્ષની સજાની જોગવાઈ છે.

અમેરિકામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા કરાઈ ક્ષતિગ્રસ્તઅમેરિકામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા કરાઈ ક્ષતિગ્રસ્ત

English summary
Supreme Court hold justice Ganediwala confirmation in Bombay HC after POCSO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X