ઇટલીના રાજદૂત પરથી હટાવાયો ભારત છોડવાનો પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટે 14 માર્ચના રોજ ઇટલીના રાજદૂતને કહ્યું હતું કે તે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જઇ શકશે નહીં. ઇટલી સરકાર દ્વારા બે મરીન્સ માસીમિલાનો લાતોરો અને સાલ્વાતોર ગિરોને ભારત પરત મોકલવાની ના કહ્યા બાદ સુપ્રિમ કોર્ટે આ આદેશ સંભળાવ્યો હતો, પરંતુ હવે ઇટલીના રાજદૂતને રાહત મળી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના બંને મરિન્સ પર આરોપ છે કે 15 ફેબ્રુઆરી 2012ના રોજ અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડીને સમુદ્રી લુંટારા સમજીને તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં બે માછીમારોના મોત નિપજ્યાં હતા. આ મુદ્દે તેમના વિરૂદ્ધ અહીં કેસ ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
