For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. મહત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી દીધો છે. આ મામલામાં દાખલ કરેલ અરજી પર સુનાવણી દરમિયાન મહિલાઓની પ્રવેશબંધીને ખોટી ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશથી મહિલાઓને વંચિત રાખવી એ ગેરબંધારણીય છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર કેસમાં પોતાનો ફેસલો સુરક્ષિત રાખીલીધો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવિલ્કર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની પાંચ જજની બેંચે આ મામલે પોતાનો ફેસલો સંભળાવ્યો છે.

પ્રવેશ બંધી પર સુપ્રીમનો મહત્વનો ચુકાદો

પ્રવેશ બંધી પર સુપ્રીમનો મહત્વનો ચુકાદો

સબરીમાલા મંદિરમાં 10થી મોટી અને 50 વર્ષથી નાની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. કહેવાય છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને એટલા માટે મંદિર પરિસરમાં માત્ર એવી બાળકીઓ જ જઈ શકતી હતી જેમનો માસિક ધર્મ શરૂ ન થયો હોય અને એવી મહિલાઓ જ જઈ શકતી હતી જેમના માસિક ધર્મનો ગાળો પૂર્ણ થઈ ગયો હોય. એટલે કે કોઈ યુવતીઓ આ મંદિરમાં નહોતી જઈ શકતી. આ અંગે છેલ્લા કેટલાય સમયથી કાનૂની લડાઈ ચાલી રહી હતી.

પ્રતિબંધ સામે થઈ હતી અરજી

પ્રતિબંધ સામે થઈ હતી અરજી

ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશને આ પ્રતિબંધને પડકારીને સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી હતી. યાચિકામાં એ કહેવામાં આવ્યુ છે કે આ પ્રથા લૈંગિક આધાર પર ભેદભાવ કરે છે. યાચિકાકર્તાએ આને ખતમ કરવાની માંગ કરી છે. યાચિકાકર્તાઓનું એ પણ કહેવુ છે કે આ બંધારણીય સમાનતાના અધિકારમાં ભેદભાવ છે એટલા માટે આ મહિલાઓને પણ મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ.

અરજીમાં કરાઈ હતી આ માગણી

અરજીમાં કરાઈ હતી આ માગણી

ઈન્ડિયન યંગ લૉયર્સ એસોસિએશને પ્રતિબંધને પડકારતી અરજીમાં કહ્યું કે મંદિરમાં પ્રવેશ માટે 41 દિવસના બ્રહ્મચર્યની શરત ન રાખી શકાય કેમ કે મહિલાઓ માટે આ શક્ય નથી. સાથે જ લૈંગિક આધાર પર ભેદભાવ કરતા આ પ્રતિબંધને હટાવવાની માગણી કરી હતી. કેરળ સરકારે પણ મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં દલીલ આપી હતી. પોતાના ફેસલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિતૃસત્તાત્મક વિચારસરણી આડે ન આવવી જોઈએ, મહિલાઓને મંદિરમાં જતાં ન રોકી શકાય.

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકબાજુ તમે મહિલાઓને દેવી માનો છો અને બીજી બાજુ મહિલાઓને મંદિરમાં પ્રવેશતાં રોકો છો, ધર્મના મામલે આવા પ્રકારના ભેદભાવ ગેરબંધારણીય છે. અયપ્પાના અનુયાયી હિંદુ ધર્મનો હિસ્સો છે, સમાજે વિચારસરણી બદલવી પડશે, ધર્મ મામલે બધાને સમાન અધિકાર છે. વધુમાં કહ્યું કે પુરુષની પ્રધાનતા વાળા નિયમો બદલવા જોઈએ.

સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિત સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિત

English summary
supreme court opens doors for every women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X