સેલેરી આપવામાં અસમર્થ કંપનીઓ પર નહિ થાય કાર્યવાહીઃ સુપ્રીમનો આદેશ

આ મુશ્કેલ ઘડીમાં ઘણી કંપનીઓ એવી પણ છે જે પોતાના કર્મચારીઓને સેલેરી નથી આપી શકતી. જેના પર હવે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કર્યુ છે. એવામાં બધા ઉદ્યોગ ધંધા બંધ છે. આ મુશ્કેલ ઘડીમાં ઘણી કંપનીઓ એવી પણ છે જે પોતાના કર્મચારીઓને સેલેરી નથી આપી શકતી. જે વિશે ઘણી જગ્યાએ હોબાળો અને કેસ નોંધાયાની વાતો સામે આવી હતી. જેના પર હવે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે.

employees

કેસમાં સુનાવણી દરમિયાન ખાનગી કંપનીઓએ કોર્ટને જણાવ્યુ કે લૉકડાઉનના કારણે તેમનુ કામ ખૂબ જ પ્રભાવિત થયુ છે. એવામાં હવે તેમની પાસે કર્મચારીઓને સેલેરી આપવા માટે ફંડ નથી. જેના પર જસ્ટીસ નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ પીઠે કહ્યુ કે આવા કેસોમાં જ્યાં સુધી કેન્દ્ર સરકાર જવાબ દાખલ ન કરી દે ત્યાં સુધી કંપનીઓ પર કેસ કરી શકાય નહિ અને ના તેમના પર કાર્યવાહી કરી શકાય.

તમને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધી 82 હજારથી વધુ કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. જેના કારણે ત્રણ તબક્કાનુ લૉકડાઉન અત્યાર સુધી લાગુ થઈ ચૂક્યુ છે જ્યારે 18 મેથી ચોથા તબક્કાનુ લૉકડાઉન શરૂ થશે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં તો થોડી ઘણી ઢીલ આપવામાં આવી રહી છે જ્યારે રેડ ઝોનમાં કડકાઈ ચાલુ છે. એવામાં હજુ પણ મોટાભાગના ઉદ્યોગ અને કંપનીઓ બંધ પડ્યા છે. વળી,જે કંપનીઓ ખુલી પણ છે ત્યાં પણ ઉત્પાદન કે કામ પહેલા જેવુ નથી થઈ રહ્યુ. જેના કારણે ખાનગી કંપનીઓ સામે મોટુ આર્થિક સંકટ ઉભુ થઈ ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X