સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જહાંગીરપુરી અતિક્રમણ હટાવો અભિયાનનો મામલો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

જહાંગીરપુરી અતિક્રમણ હટાવો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જ્યાંથી નગર નિગમને આ બાબતે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ ઉત્તર દિલ્લી નગર નિગમે અતિક્રમણ હટાવો અભિયાન ચલાવ્ચુ છે. જે હેઠળ રસ્તા પર થયેલ ગેરકાયદે નિર્માણોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. મામલાની ગંભીરતાને જોઈને દિલ્લી પોલિસે પણ વિસ્તારમાં વધુ જવાનો તૈનાત કરી દીધા હતી. આ દરમિયાન કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જ્યાંથી નગર નિગમને આ બાબતે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી ગુરુવારે થશે.

SC

સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં પહેલી અરજી યુપી, એમપી સહિત દેશના અન્ય રાજ્યોને લઈને છે જેમાં હિંસાની ઘટના બાદ ઘણા લોકોના ઘર, દુકાનો વગેરે પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ. આ ઉપરાંત બીજી અરજી જહાંગીરપુરીમાં એમસીડી સામે દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો ટલે કે હજુ થોડા દિવસો સુધી ત્યાં બુલડોઝર પર બ્રેક લાગેલી રહેશે.

આ બાબતે વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ) એનવી રમણ સમક્ષ નગર નિગમની ખામીઓને ગણાવી. તેમણે કહ્યુ કે જહાંગીરપુરીમાં જ્યાં રમખાણો થયા હતા ત્યાં ગેરકાયદે, અનધિકૃત રીતે તોડફોડ કરવામાં આવી રહી છે. કોર્ટ નોટિસ નથી આપવામાં આવી જેથી 10 દિવસમાં જવાબ આપી શકાય. વળી, બીજી તરફ જમીયત ઉલમા-એ-હિંદે એક જનહિત અરજી દાખલ કરી હતી જેમાં કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી જેથી દંડાત્મક કાર્યવાહી તરીકે કોઈ પણ આવાસીય આવાસ કે વાણિજ્યિક સંપત્તિને ધ્વસ્ત કરવામાં ન આવે. આ મામલે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પક્ષ રાખ્યો. જેના પર ગુરુવારે સુનાવણી થશે.

એમસીડીએ આપી સફાઈ

વળી, એમસીડીએ સાફ કહ્યુ કે આ અભિયાનને હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. તે આવી કાર્યવાહી કરતી રહે છે ગઈ 11 એપ્રિલે પણ આવી એક્શન લેવામાં આવી હતી. આ વખતે તેમને વધુ પોલિસ બળની જરુર હતી જેના કારણે દિલ્લી પોલિસની મદદ માંગવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X