For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ 7 જજની સંવિધાન પીઠને સોંપ્યો

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ 7 જજની સંવિધાન પીઠને સોંપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં તમામ આયુ વર્ગની મહિલાઓના પ્રવેશના મુદ્દાને લઈ દાખલ કરવામાં આવેલ પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા 7 જજની સંવિધાન પીઠને સોંપી દીધો છે. જાણકારી મુજબ આ ફેસલો 3-2ના બહુમતથી થયો. હવે આ અરજી પર સુપ્રીમ કોર્ટની 7 જજની બેંચ સુનાવણી કરશે. જણાવી દઈએ કે સબરીમાલા મામલે પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠે ફેબ્રુઆરીમાં દલિલો પૂરી કરી લીધી હતી અને અરજીઓના સમૂહ પર પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો.

sabarimala case

આ અરજીઓમાં સુપ્રીમ કોર્ટના 2018ના ફેસલા પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. 2018નો ફેસલો સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપે છે. જણાવી દઈએ કે પીઠે કેરળ સરકાર, ત્રાવણકોર દેવાસમ બોર્ડ, નાયર સર્વિસ સોસાઈટી અને અન્ય સહિત તમામ પક્ષોને સાંભળ્યા હતા. જે બાદ કોર્ટે કહ્યું કે તેઓ આદેશ આપશે કે ફેસલા પર પુનર્વિચાર કરવામાં આવે કે નહિ.

Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશVideo: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશ

સબરીમાલા મંદિરમાં પહેલા 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશવાની મંજૂરી નહોતી, જેને લઈ કેટલીક મહિલાઓએ અને એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર ફેસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે ગત વર્ષે તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશવાની મંજૂરી આપતા કહ્યું હતું કે મંદિરમાં મહિલાઓનો પ્રવેશ રોકવો સ્વીકાર્ય નથી. કોર્ટે કહ્યું હતું કે 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવી એ અસંવૈધાનિક છે.

પરંતુ કોર્ટના આ ફેસલા છતાં સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ મળ્યો નહોતો. મહિલાઓના પ્રવેશને લઈ ભારે બબાલ થયો જે બાદ મોટી સંખ્યામા પોલીસબળ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. ગયા વર્ષના સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી.

બુધવારે કોર્ટે આ અરજીઓ પર સુનાવણી કરતા આ મામલાને 7 જજની સંવૈધાનિક બેંચ પાસે મોકલી દીધો છે. અત્યાર સુધી પાંચ જજની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. પાંચમાંથી 33 જજનું માનવું હતું કે સબરીમાલાને 7 જજની બેંચને મોકલવામાં આવે. પરંતુ જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ચંદ્રચૂડે આનાથી અલગ વિચાર આપ્યા. હવે નામિત સીજેઆઈ જસ્ટિસ બોબડે કાર્યભાર સંભાળે પચી 7 જજોની બેંચની રચના કરશે.

English summary
Supreme court refer sabarimala case to larger bench
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X