નોટબંધીના નિર્ણય પર મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, દરેક અરજી પર થશે સુનાવણી

Subscribe to Oneindia News

કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલ નોટબંધીના નિર્ણયના વિરોધમાં કરાયેલી અરજીઓ પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટે મનાઇ કરી દીધી છે. કોર્ટે કહ્યું છે કે દેશના અલગ અલગ ભાગોમાં કરાયેલી દરેક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

modi

કોર્ટે અરજીકર્તાઓ પાસેથી માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે આ મામલે દરેક અરજકર્તાઓ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે બધા મામલાની સુનાવણી એ જ રીતે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કોર્ટમાં યાચિકા આપીને માંગ કરી હતી કે નોટબંધીના વિરોધમાં કરાયેલ બધી અરજીઓની સુનાવણી પર રોક લગાવવામાં આવે.

sc

કોર્ટે એક માંગ સ્વીકારી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એ પણ યાચિકા આપી હતી કે નોટબંધીના વિરોધમાં કરાયેલ બધી યાચિકાઓને અલગ-અલગ અદાલતોમાંથી લઇને સુપ્રીમ કોર્ટમાં એકસાથે સાંભળવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે બધા કેસ એક જગ્યાએ ટ્રાંસફર કરવાની માંગને સ્વીકાર કરી લીધી છે પરંતુ સ્ટે લાવવાની માંગ નકારી દીધી છે.

rs

2 ડિસેમ્બરે થશે આગામી સુનાવણી

સરકારે કહ્યું કે નિર્ણય લાગૂ કરી દેવામાં આવ્યો છે અને હવે તેના પર રોક લગાવવામાં આવી શકે નહિ. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી માટે 2 ડિસેમ્બરની તારીખ આપી છે.

rs

એજીએ કોર્ટને આપી આ જાણકારી

એજીએ એ સ્પષ્ટ કર્યુ કે દેશમાં પર્યાપ્ત માત્રામાં કરંસી ઉપલબ્ધ છે. સમસ્યા માત્ર ટ્રાંસપોર્ટેશનમાં છે. ખરી સમસ્યા દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવાની છે. એજીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે કેન્દ્રએ આના માટે એક કમિટીની રચના કરી છે જે અલગ અલગ વિસ્તારમાં જઇને ગ્રાઉંડ રિયાલિટીનો રિપોર્ટ આપશે.

English summary
Supreme Court refuses to stay all hearings going on against Demonetisation.
Please Wait while comments are loading...