For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયા પ્રકાશ વારિયરને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, તેલંગણામાં નોંધાયેલ FIR રદ

|
Google Oneindia Gujarati News

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે શુક્રવારે એ અરજીને રદ કરી દીધી જેમાં પ્રિયા પ્રકાશની ફિલ્મ 'ઓરુ અદાર લવ..'ના એક ગીત લઈને તેના પર ઈસ્લામના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેલંગણા તથા મહારાષ્ટ્રમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હવે પ્રિયા વિરુદ્ધની એક FIR રદ કરી દીધી છે.

Priya Prakash Varrier

જણાવી દઈએ કે પોતાની આંખોના ઈશારે દેશભરમાં સનસની ફેલાવનાર પ્રિયા પ્રકાશ વારિયર વિરુદ્ધ ઓરુ અદાર લવના એક ગીતમાં એક્ટિંગ દરમિયાન આંખોથી ઈશારો કર્યા બાદ વિવાદમાં સપડાઈ હતી અને તેલંગણામાં પ્રિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચી ગયો હતો. પ્રિયા પ્રકાશ વારિયરની મલયાલમ ફિલ્મ ઓરુ અદાર લવનું પહેલું ટીઝર 13 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું અને રિલીઝ થતાની સાથે જ પ્રિયા પ્રકાશનો અંદાજ છવાઈ ગયો હતો. જણાવી દઈએ કે ઓરુ અદાર લવને ઓમર લૂલૂએ ડાયરેક્ટ કરી છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે કોઈએ ફિલ્મમાં કામ આપ્યું અને તમે તેની વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરી દીધી. આના માટે સુપ્રીમ કોર્ટે પદ્માવત અને મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દાખલ થયેલ એફઆઈઆરનો હવાલો પણ આપ્યો હતો. આ મામલે મુકિતે ખાને પહેલી ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે ગીતનો અંગ્રેજી અનુવાદ કરવામાં આવે તો તે પૈગમ્બર મોહમ્મદનું અપમાન કરે છે. જે બાદ બીજી ફરિયાદ મુંબઈમાં દાખલ કરવામાં આવી હતી.

English summary
Supreme Court rejects FIR filed against Priya Prakash Varrier of Oru Adaar Love for wink scene
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X