ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ભાગેડુ જાહેર ન કરવાની માંગ કરતી અરજી ફગાવી

ભાગેડુ વિજય માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ તેમના અસીલનો સંપર્ક કરવા અને આ અંગે કોઈ સૂચના મેળવવા માટે સક્ષમ નથી. જે બાદ સુપ્રીમ કોર્ટે ભાગેડુ માલ્યાની અરજી ફગાવી દીધી છે.

નવી દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ભારતમાંથી ભાગીને વિદેશમાં રહી રહેલા વિજય માલ્યા તરફથી કરાયેલી મુંબઈની એક અદાલની કાર્યવાહીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ કાર્યવાહીમાં વિજય માલ્યાને ભાગેડુ અપરાધી જાહેર કરી તેની સંપત્તિ જપ્ત કરાઈ છે.

Vijay Mallya

ભાગેડુ વિજય માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ તેમના અસીલનો સંપર્ક કરવા અને આ અંગે કોઈ સૂચના મેળવવા માટે સક્ષમ નથી. જે બાદ સુપ્રીમ કોર્ટે ભાગેડુ માલ્યાની અરજી ફગાવી દીધી છે.

જસ્ટિસ અભય એસ. ઓકા અને રાજેશ બિંદલની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, અરજદારના વકીલનું કહેવું છે કે અરજદાર અરજદારના વકીલને કોઈ સૂચના નથી આપી રહ્યા. આ નિવેદનને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ન કરવા માટેની અરજીને ફગાવી દેવામાં આવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, વિજય માલ્યા માર્ચ 2016માં 9000 કરોડ રૂપિયાનું ડિફોલ્ટ કરીને યુનાઇટેડ કિંગ્ડમ ભાગી ગયો છે. માલ્યા 9,000 કરોડના ડિફોલ્ટ કેસમાં ભારતના ડિફોલ્ટર છે. આ પૈસા વિજય માલ્યાને બેંકોએ તેમની કિંગફિશર એરલાઈન્સને લોન તરીકે આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X