For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિન પર રસીકરણના સ્લૉટ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લીધી આડે હાથ, પૂછ્યા તીખા સવાલ

કોવિન પોર્ટલ પર લોકોને સ્લૉટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વેક્સીન લગાવવા માટે કેન્દ્ર તરફથી કોવિન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે જ્યાં લોકો રસીકરણ માટે પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાની સુવિધા અનુસાર સ્લૉટની પસંદગી કરી શકે છે. પરંતુ જે રીતે આ પોર્ટલ પર લોકોને સ્લૉટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે લોકો ડિજિટલ સમજ રાખે છે તેમને પણ કોવિન પર વેક્સીનનો સ્લૉટ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.

SC

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે જે ગરીબ અને પછાત વર્ગના લોકો છે તે પોતાના દોસ્તોની મદદથી રસીકરણ માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સરકારના આ જવાબ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે લોકોને ડિજિટલ માહિતી છે તે પણ સ્લૉટ નથી મેળવી શકતા અને તેમને ઘણી મુશ્કેલી થઈ રહી છે. કોર્ટે કહ્યુ કે વેક્સીનેશનની નીતિ સંપૂર્ણપણે ડિજિટલ પોર્ટલ પર નિર્ભર છે,તે પણ એવા દેશમાં જ્યાં 18-44 વર્ષના લોકોની સંખ્યા ઘણી વધુ છે અને ડિજિટલ ડિવાઈડ સૌથી વધુ છે. ડિજિટલ રસીકરણ અભિયાનના કારણે પછાત વર્ગના લોકોને સૌથી વધુ મુશ્કેલી થઈ રહી હશે. આની સમાનતાના મૌલિક અધિકાર પર સીધી અસર થશે.

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ કે અમારી માહિતીમાં એ લાવવામાં આવ્યુ છે કે કોવિન પ્લેટફોર્મ એ લોકોની પહોંચથી પણ બહાર છેજે જોઈ નથી શકતા, આ વેબસાઈટમાં લોકો સુધી પહોંચવાની ખામી છે. પોર્ટલ પર ઑડિયો કેપ્ચા ન હોવુ, સાત ફિલ્ટર, વેક્સીનનુ નામ, વેક્સીન ફ્રી છે કે નહિ, કીબોર્ડ સપોર્ટ વગેરે ઉપલબ્ધ નથી. દિવ્યાંગોને પૂરતો સમય આપવો જોઈએ જેનાથી તે પોતાનુ શિડ્યુલ મેળવી શકે. એવુ ન થાય કે પોર્ટલ આપોઆપ લૉગ આઉટ થઈ જાય સાથે જ કોર્ટે પૂછ્યુ કે શું કેન્દ્ર સરકાર દિવ્યાંગ ઑડિટ કરવા પર વિચાર કરી રહ્યુ છે. શું કોવિન અને આરોગ્ય સેતુ જેવા એપ દિવ્યાંગ લોકો સુધી પહોંચી શક્યુ છે.

સુપ્રીમ કોર્ટે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ સર્વે 2018ના રિપોર્ટનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 4 ટકા અને શહેરી વિસ્તારોમાં માત્ર 23 ટકા લોકો પાસે કમ્પ્યુટર છે. ટ્રાઈના રિપોર્ટ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં વાયરલેસ ટેલી સેવા 57.13 ટકા છે કે જે શહેરી વિસ્તારોમાં 155.49 ટકા છે. એ દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં ટેલીકૉમ સેવા વચ્ચે કેટલુ મોટુ અંતર છે. એવામાં રસીકરણ અભિયાન સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ પર કેવી રીતે નિર્ભર હોઈ શકે છે.

English summary
Supreme Court takes on centre over CoWIN portal and digital divide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X